નવસારી: જિલ્લામાં આવેલા ચીખલી તાલુકો અને વાંસદા તાલુકો જંગલ વિસ્તારથી ભરપૂર છે. આ વિસ્તારમાં સમયાંતરે હિંસક પશુઓ ગ્રામ્ય વિસ્તારોમાં કે જાહેર માર્ગો પર લટાર મારતા હોય એવા દ્રશ્યો સમાંતર એ કેમેરામાં કેદ થતા હોય છે. હાલ તો જંગલોના નિકંદનને કારણે વન્યજીવો પોતાનું અસ્તિત્વ ટકાવવા અને ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે. નવસારી જિલ્લાને અડીને આવેલા ડાંગ જિલ્લામાં વિશાળ જંગલ વિસ્તાર હોય પરંતુ પાણી અને ખોરાક ના અભાવે ત્યાંથી દીપડા જેવા હિંસક પ્રાણીઓનવસારીના પૂર્વ પટ્ટી ના વિસ્તારો વાસદા અને ચીખલી જેવા વિસ્તારો તેઓને માફક આવી રહ્યા છે. કારણ કે અહીં ખેડૂતો મોટા પ્રમાણમાં શેરડીની ખેતી કરતા હોય છે.
પશુઓનો શિકાર: જે દીપડાઓને આશ્રય સ્થાન માટે માફક આવી ગયો છે. તો બીજી તરફ ખેતરોમાં વસતા ભૂંડો અને શેરીઓના રખડતાં શ્વાન તેમ જ પાણી જેવી જરૂરિયાતો અહીંથી ઉપલબ્ધ હતા દીપડાઓ નવસારીના પૂર્વ પટ્ટી વિસ્તારમાં મોટી સંખ્યામાં પોતાનું આશ્રય સ્થાન બનાવી રહ્યા છે. જેને લઈને દિપડાઓ અને મનુષ્યનો ઘણીવાર આમનો સામનો પણ થઈ જતો હોય છે. તેથી દિપડાઓ રાત્રિ દરમિયાન માનવ વસ્તી તરફ પણ આવી ચઢતા હોય છે. પાલતુ પશુઓનો શિકાર પણ કરતા હોય છે.
" છેલ્લા ત્રણ દિવસથી દીપડો અમારા ગામના અલગ અલગ વિસ્તારોમાં આવીને અહીંના પાલતુ પશુઓનો શિકાર કરે છે જેને લઇને ગામમાં ભયનો માહોલ ઉભો થયો છે સમગ્ર ઘટનાની જાણ અમે વન વિભાગને કરી છે જેઓએ અમને વહેલી તકે દીપડાને પાંજરે પૂરવામાં આવશે તેવી વાત કરી છે તો બીજી તરફ અમે અમારી અને અમારા પાલતુ પશુઓના રક્ષણ માટે સૌ ભેગા મળીને દીપડો કોઈને નુકસાન ન પહોંચાડે તે હેતુથી આખી રાત પહેરો ભરીએ છીએ જેથી અમારી માંગ છે કે વન વિભાગ દ્વારા આ દીપડાને જલ્દી પાંજરે પુરવામાં આવે"-- યતીન હળપતિ (મોલધારા ગામ સ્થાનિક આગેવાન)
માંગ કરી રહ્યા છે: નવસારી તાલુકાના મોલધારા ગામેથી દીપડાના આતંક સામે આવી રહ્યો છે. જેમાં મોલધરા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી દિપડો ખોરાકની શોધમાં રાત્રિના આઠ વાગ્યે ની આસપાસ ગામના અલગ અલગ વિસ્તારોમાં આટા ફેરા ફેરા શરૂ થઈ જાય છે. જેમાં દીપડાએ ત્રણ દિવસમાં બે થી ત્રણ રખડતા શ્વાન બે બકરા બે મરઘા અને એક બિલાડાનો શિકાર કર્યો છે. જેને લઇને મોલધારા ગામના સ્થાનિકો માં ભયનો માહોલ આપ્યો છે .સ્થાનિક આગેવાનો જણાવ્યા મુજબ સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને લેખિતમાં કરવામાં આવી છે અને વન વિભાગ દ્વારા દહેલી તકે પાંજરું મુકવાની વાત પણ કરવામાં આવી છે. પરંતુ દીપડા ની બે અસરથી ગભરાયેલા ગ્રામજનો પોતાનો અને પોતાના પાલતુ પશુઓના રક્ષણ માટે ગામના જ 40 થી 50 યુવાનો રાત્રિ દરમિયાન ભેગા થઈ પહેરો ભરી રહ્યા છે. તો બીજી તરફ દીપડો જલ્દીથી પાંજરે પુરાઈ તેવી માંગ કરી રહ્યા છે.