ETV Bharat / state

પાંચ વર્ષનું પંચનામું: શિક્ષણ અને રોજગારી મુદ્દે ખેરગામમાં ખેલાશે ચૂંટણીનો જંગ - gujarati news

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી છુટા પડેલા અને ફક્ત 22 ગામડાઓથી બનેલા ખેરગામ તાલુકામાં બીજી વખત ચૂંટણી સંગ્રામ યોજાશે. જિલ્લાની સૌથી નાની એવી ખેરગામ તાલુકા પંચાયતમાં પાયાની સુવિધાઓ સાથે જ આદિવાસીઓના હકોની વાત ચૂંટણી મુદ્દો બની રહેશે. જો કે, આ વખતે ભાજપ-કોંગ્રેસને માત આપવા BTP પણ મેદાને પડ્યું છે. જેથી આદિવાસી ફેક્ટર કરતા પણ વધુ શિક્ષણ અને સ્થાનિક રોજગારી મહત્વના મુદ્દા પર ચૂંટણી જંગ ખેલાશે.

Navsari
Navsari
author img

By

Published : Feb 6, 2021, 12:59 PM IST

  • ભાજપ-કોંગ્રેસને ટક્કર આપવા BTP પણ મેદાનમાં
  • ખેરગામના પૂર્વી ગામડાઓમાં પાણી સમસ્યા પણ ચૂંટણીનો મુખ્ય મુદ્દો
  • તાલુકા પંચાયત કબ્જે કરવા ભાજપ-કોંગ્રેસ લગાવશે એડીચોટીનું જોર

નવસારી: જિલ્લાના ચીખલી તાલુકામાંથી 22 ગામડાઓ સાથે છુટા પડેલા ખેરગામ તાલુકો બન્યા બાદ પ્રથમ દોઢ વર્ષ સુધી ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યું હતું અને બાદમાં વર્ષ 2015માં યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં આદિવાસી બાહુલ્ય ધરાવતા ખેરગામમાં કોંગ્રેસે જોર બતાવતા તાલુકા પંચાયતની 16 બેઠાકોમાંથી 12 બેઠકો પર જીત મેળવી હતી અને ભાજપના ફાળે ફક્ત 4 બેઠકો આવી હતી. જ્યારે ખેરગામમાં સમાવિષ્ટ બે જિલ્લા પંચાયત બેઠકો પણ કોંગ્રેસ પાસે રહી હતી. જેમાંથી એક 3 વર્ષ બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી પડાવી લીધી હતી.

કોંગ્રેસે વિકાસના નામે રસ્તાઓ જ બનાવ્યા..!

ખેરગામ તાલુકા પંચાયતમાં સત્તાનું સુકાન સંભાળ્યા બાદ કોંગ્રેસે તાલુકાની મુખ્ય સમસ્યાઓ પાણી, રોજગારી, શિક્ષણ, આરોગ્ય પર ફોક્સ કરવાને બદલે રસ્તાઓ અને નાળાઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હોવાનું ખુદ ખેરગામ તાલુકા કોંગ્રેસની વાત પરથી ફલિત થાય છે. જ્યારે તાલુકાના યુવાનોને રોજગારી માટે કેન્દ્રની મનરેગા યોજના પર આધાર રાખ્યો હતો, તાલુકામાં સુમુલની દાણ ફેક્ટરીમાં સ્થાનિકોને રોજગારી ન મળી હોવાના BTPના યુવા કાર્યકરો આક્ષેપ લગાવી રહ્યા છે. જ્યારે ભાજપે કોંગ્રેસે સરકારી યોજનાઓનો સુચારૂ અમલ ન કર્યો અને આવેલી ગ્રાન્ટ ખોવા પડી હોવાના આક્ષેપો લગાવ્યા હતા. જેથી કોંગ્રેસ પાસે ખેરગામના વિકાસનું યોગ્ય વિઝન ન હોવાને કારણે પ્રજાએ ઉનાળામાં પાણીની સમસ્યા, તો રોજગારી માટે આસપાસના મોટા શહેરોમાં જવાની મજબૂરી વેઠવી પડી છે.

પાંચ વર્ષનું પંચનામું: શિક્ષણ અને રોજગારી મુદ્દે લડાશે ખેરગામ તાલુકા પંચાયતની ચુંટણી

ભાજપ સત્તામાં આવે, તો GIDC લાવવાનો વાયદો..!

ખેરગામ તાલુકામાં લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન કરે છે. ખેતીમાં શાકભાજી પાકો અને શેરડી મોટા પ્રમાણમાં થાય છે. પરંતુ ખેરગામ APMCનો કારભાર ચીખલી APMCથી ચાલતો હોવાથી ફાયદો ચીખલી લઇ જાય છે. જ્યારે શેરડી પકવતા ખેડૂતોની શેરડી ગણદેવી કે વલસાડ સુગર ફેક્ટરીમાં આપવામાં આવે છે, પરંતુ કાવેરી સુગર ફેક્ટરીનું તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું, જે શરૂ થાય તો ખેરગામના હજારો ખેડૂતોને ફાયદો થઇ શકે, પણ કોંગ્રેસ કાવેરી સુગરને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહી છે, જ્યારે ભાજપ ખેડૂતો માટે આશાનું નવું કિરણ ગણાવી રહી છે. સાથે જ રોજગારીનો પ્રશ્ન ઉકેલવા ભાજપે ખેરગામમાં GIDC સ્થાપવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, જેથી યુવાનોને રોજગારી ઘર આંગણે મળી શકે તેવો વાયદો કર્યો હતો.

જે જીતે એના માટે ખેરગામની ડ્રેનેજ યોજના અને પૂર્વના ગામોમાં પાણી યોજના રહેશે અગ્રિમતા પર

ખેરગામ તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ કે ત્રીજો મોર્ચો BTP, જે પણ પક્ષ સત્તા મેળવવામાં સફળ રહે એના માટે બે મુખ્ય કામો ખેરગામ ટાઉનની ડ્રેનેજ યોજના અને પૂર્વ વિસ્તારમાં આવેલા ગામડાઓમાં જ્યાં 500 ફૂટે પણ પાણી મળવું મુશ્કેલ બને છે, ત્યાં પાણી સમસ્યાનું સમાધાન યોગ્ય પાણી યોજના સાથે લાવવું અગ્રિમતા પર રહેશે.

ખેરગામ તાલુકા પંચાયતની આંકડાકીય માહિતી

બેઠકોકુલ વસ્તીપુરૂષ મતદારોમહિલા મતદારોકુલ
16 8700025877 26275 52152

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.