નવસારી: શહેરમાં બે કલાકમાં 8 ઇંચ વરસાદને કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શહેરી વિસ્તારમાં બેફામ દોડતા વાહનો આજે ધસમસતા પ્રવાહમાં તરતા જોવા મળ્યા હતા. નવસારી-સુરત મુખ્ય માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો થતા સુરતથી નવસારી અને નવસારીથી સુરત તરફ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરતથી નવસારી તરફ આવી રહેલી ઇનોવા કાર પાણીમાં ફસાઈ ગઈ હતી જેમાં સ્થાનિકો દ્વારા ચાર લોકોને કારમાંથી બચાવી લેવામાં આવ્યા હતા.
ઇનોવા કાર ડૂબી: ડાબેલથી નવસારી તરફ આવતા સુરતના ચાર લોકોની ઇનોવા કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક કારમાં સવારે ચાર લોકોને કારમાંથી સુરક્ષિત બહાર કાઢી લીધા હતા જ્યારે ઇનોવા કાર પાણીમાં અડધી ઉપર ડૂબી ગઈ હતી જેથી કારને પણ કાઢવા માટેના પ્રયાસો સ્થાનિકો દ્વારામાં કરવામાં આવી રહ્યા હતા.
જળબંબાકાર જેવી સ્થિતિ: સમગ્ર નવસારી જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વહેલી સવારથી વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લાનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. નવસારી શહેરની વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થતા લોકોને ભારે હાલાકીનો સામનો વેચવાનો વારો આવ્યો છે. શહેરની મધ્યમાં આવેલા કુંભારવાડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા દુકાનો અને ઘરોમાં પાણી ભરાયા હતા.
વાહન ચાલકોને હાલાકી: શહેરના મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થયા છે જેને લઇને અનેક વિસ્તારોના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વાહન વ્યવહાર પર પણ મોટી અસર જોવા મળી છે. ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. શહેરના રસ્તા પર બેફામ દોડતા વાહનો hyundai ની ઓશ કાર અને એકટીવા જેવા વાહનો પાણીના વહેણમાં તરતા જોવા મળ્યા હતા. બીજી તરફ નવસારી સુરત રોડ ઉપર પણ ભારે વરસાદના પગલે પાણી ભરાતા સુરતથી આવતા અને નવસારીથી સુરત જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.