ETV Bharat / state

નવસારીમાં કોરોનાના નવા 32 કેસની સાથે એક્ટિવ કેસની સંખ્યા 468 થઈ - બે મહિનામાં કોરોનાના કેસમાં ઘટાડો

નવસારી જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટી રહ્યા છે. તો બીજી તરફ કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં નવસારી જિલ્લામાં કોરોનાના નવા 32 કેસ સામે આવ્યા હતા. જ્યારે 58 દર્દી સાજા થયા હતા. આ સાથે જ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 468 થઈ છે.

નવસારીમાં કોરોનાના નવા 32 કેસની સાથે એક્ટિવ કેસની સંખ્યા 468 થઈ

author img

By

Published : Jun 2, 2021, 4:17 PM IST

  • નવસારીમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો
  • જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 32 કેસ નોંધાયા
  • જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 468 થઈ

નવસારીઃ જિલ્લામાં ધીમે ધીમે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. તો બીજી તરફ કોરોનામાંથી સાજા થનારા દર્દીઓ પણ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના નવા 32 કેસ નોંધાયા હતા. જ્યારે 58 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. આ સાથે જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 468 થઈ છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ ત્રણ દર્દીઓના મોત નોંધાયા હતા.
આ પણ વાંચો- gujarat corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,561 પોઝિટિવ કેસ નોંધાયા, 4,869 દર્દી ડિસ્ચાર્જ

નવસારીમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો

જિલ્લામાં હવે કોરોના હાંફ્યો

જિલ્લામાં છેલ્લા બે મહિનામાં હાહાકાર મચાવનાર કોરોના હવે હાંફી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો થવા સાથે જ કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર, ગણદેવી તાલુકાના 65 વર્ષીય વૃદ્ધ અને 55 વર્ષીય આધેડ તેમ જ ખેરગામના 72 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો- કોરોના અપડેટ: 1.27 લાખ નવા કેસ, 24 કલાકમાં 2,795 લોકોનાં મોત

નવસારીમાં કુલ 6888 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં દિવસેને દિવસે વધતા કોરોના કેસમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યાં રોજના 150થી વધુ કોરોનાના કેસ નોંધાતા હતા ત્યાં હવે 35 કેસ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 6,888 કેસ નોંધાયા છે, જેની સામે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 6,239 થઈ છે. જ્યારે મે મહિનામાં નવસારીમાં સૌથી વધુ કોરોનાથી મોત નોંધાયા હતા. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 181 દર્દીઓએ જીવ ગુમાવ્યો હોવાનું આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.