ETV Bharat / state

નવસારીમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 500ની નજીક પહોંચ્યો

નવસારીમાં કોરોનાના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યાં અને કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 53 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 499 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાથી એક પણ મોત નોંધાયું ન હતું.

નવસારીમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 500ની નજીક પહોંચ્યો
નવસારીમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 500ની નજીક પહોંચ્યો
author img

By

Published : Apr 18, 2021, 11:11 PM IST

  • જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 53 લોકો થયા કોરોના સંક્રમિત
  • 32 દર્દીઓએ કોરોનાને હરાવતા અપાઈ રજા
  • આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાથી એક પણ મોત નહીં
  • નવસારીમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,402

નવસારીઃ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાનો નવો સ્ટ્રેઇન અગાઉ કરતાં પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઘરમાં એક વ્યક્તિ સંક્રમિત થાય તો તેની સાથે જ આખો પરિવાર પણ સંક્રમિત થઈ શકે છે. જેને કારણે કોરોનાનું સંક્રમણ ઘટવાને બદલે વધી રહ્યું છે. નવસારીમાં છેલ્લા 24 કલાકમાં નવા 53 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. તેની સાથે જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દીઓ 499એ પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં 32 લોકોએ કોરોના સામેની જંગ જીતી છે.

નવસારીમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 500ની નજીક પહોંચ્યો
નવસારીમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 500ની નજીક પહોંચ્યો

આ પણ વાંચોઃ સેલવાસમાં કોરોના વકર્યો, એક જ દિવસમાં 48 કેસ

કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2,402 થઈ છે

જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસમાંથી 1,799 લોકો સાજા થયા છે. જ્યારે જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2,402 થઈ છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 ક્લાકમાં કોરોનાથી એક પણ મોત થયું ન હોવાનું જાહેર કરાયું છે. જોકે જેની સામે નવસારી વિરાવળ સ્મશાન ગૃહ ખાતે કોરોના ઇન્ફેક્ટેડ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.