નવસારી: કોરોનાના સંક્રમણથી બાળકોને બચાવવા સરકાર દ્વારા શાળા-કોલેજો સહિત ટ્યુશન કલાસીસ, ઇન્સ્ટીટ્યુટને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમ છતાં નવસારીમાં ઘરેલું ટ્યુશન ચાલતુ હોવાની નવસારી ટાઉનને પોલીસને માહિતી મળી હતી. જેને આધારે ટાઉન પોલીસના પીએસઆઈ એસ. એફ. ગોસ્વામી અને તેમની ટીમે નવસારી રેલ્વે સ્ટેશનના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સરદાર ટાઉનશીપના ફ્લેટ નં. 133માં ચાલતા સકસેસ પોઈન્ટ ટ્યુશન કલાસીસમાં છાપો માર્યો હતો.
જેમા શિક્ષિકા સંજીતા અનુપ સિહાં (40) પોતાના ઘરેજ ટ્યુશન ક્લાસ ચલાવતી હતી અને 12 વિદ્યાર્થીઓને ભણાવતા રંગે હાથે ઝડપાઇ પાઇ હતી. જેથી લોક ડાઉનમાં સરકારના જાહેરનામા અનુસાર ટ્યુશન કલાસીસ બંધ રાખવાનો આદેશ હોવા છતા ટ્યુશન ચલાવનાર શિક્ષિકાની ટાઉન પોલીસે જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરી હતી.