- જમીન ખરીદી મુદ્દે તોગાડીયાએ RSSના વરિષ્ઠ સંપતરાય સામે ઉઠાવ્યા સવાલો
- અયોધ્યા જમીન વિવાદથી હજાર વર્ષોના હિન્દુ અભિયાનને ધક્કો લાગ્યો
- VHP ના રાષ્ટ્રીય પ્રમુખ પ્રવિણ તોગાડીયા નવસારીની મુલાકાતે
નવસારી:અયોધ્યામાં ઉઠેલા જમીન વિવાદને કારણે રામ ભક્તોની લાગણી દુભાઈ છે. 2 કરોડની જમીન 10 મિનિટમાં 18.50 કરોડની કેવી રીતે થઈનો આક્ષેપાત્મક સવાલ નવસારીની મુલાકાતે આવેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. પ્રવિણ તોગાડીયાએ ઉઠાવ્યો હતો. ડૉ. તોગાડીયા હિંદુત્વના પ્રચાર અર્થે મંગળવારે નવસારીની મુલાકાતે હતા.
બાળકોમાં હિન્દુ ધર્મ વિશે સભાનતા આવી જોઈએ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. પ્રવિણ તોગાડીયા મંગળવારે નવસારીની મુલાકાતે હતા. જેમણે નવસારીના આશાપુરી માતાજી મંદિરના હોલમાં રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સનાતન હિન્દુ ધર્મમાં પૂજા અને તહેવારો પાછળના વિજ્ઞાન વિશે વાત કરી, બાળકો હિન્દુ ધર્મ પ્રત્યે સભાન થાય એ હેતુથી આવનારા તહેવારોમાં વિવિધ સ્પર્ધાઓ યોજવા સાથે નવરાત્રમાં કન્યા પૂજન થકી દિકરીઓ પ્રત્યે સમાજમાં સન્માન વધે એવા કાર્યક્રમોના આયોજન કરવા અપીલ કરી હતી.
આ પણ વાંચો : કોરોના રસીકરણના બન્ને ડોઝ ક્યાં સુધી મળશે, સરકારે સાંસદમાં આપી જાણકારી
અયોધ્યા જમીન વિવાદ મામલે સવાલ
બાળકોમાં હિન્દુ સંસ્કૃતિના બીજ રોપાય અને લોકો ધર્મ પરાયણ બને એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અહીં તેમણે ગુજરાત સરકાર દ્વારા ગૌ હત્યા અટકાવવા અને લવ જેહાદના કાયદાની પ્રશંસા કરી, સમગ્ર દેશમાં લવ જેહાદનો કાયદો લાગુ થાય એવી માંગ કરી હતી. અયોધ્યામાં જમીન વિવાદ મુદ્દે પણ ડૉ. તોગડીયાએ RSSના વરિષ્ઠ પ્રચારક સંપતરાય સામે સવાલો ઉઠાવ્યો હતો. એક જ બેઠકમાં જમીનના મુળ માલિક, તેને ખરીદનાર અને તેમની પાસેથી જમીન ખરીદનાર RSS ના સંપતરાયે ખરીદી, તો 10 મિનિટમાં 2 કરોડની જમીન 18.50 કરોડમાં કેવી રીતે વેચાઈ, એવો આક્ષેપ લગાવ્યો હતો.
આ પણ વાંચો : પાટીલ પાવરને એક વર્ષ પૂર્ણઃ કહી ખુશી કહી ગમ, 2022ની ચૂંટણી જીતવી સૌથી મોટો પડકાર