નવસારી : ગુજરાતમાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને લઈને તમામ બંદરો પર એક નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે, ત્યારે દરિયાકાંઠે મંડળાતું બિપરજોય વાવાઝોડાના પગલે નવસારીનું વહીવટી તંત્ર એલર્ટ પણ થઈ ગયું છે. દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને દરિયા કિનારે ન જવા માટે અપીલ સાથે ખલાસીઓને પણ દરિયો ન ખેડવા માટે સૂચના અપાયા છે. જે માછીમારો માછીમારી કરવા માટે દરિયામાં ગયા છે તેઓને પણ પરત બોલાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
તમામ અધિકારીઓને પોતાનું હેડકવાટર ન છોડવા કલેકટર દ્વારા સૂચના અપાય છે. આ સાથે જ જે માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા છે તેમને પણ પરત બોલાવવાની કામગીરી કરાઈ રહી છે. નવસારી જિલ્લા નાયબ કલેકટર અને તેમની ટીમ દ્વારા આ અંગે સતત મોનિટરિંગ કરીને વાવાઝોડાની પહેલા તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે. નવસારી જિલ્લામાં NDRF ની હાલ કોઈ જરૂરિયાત હાલ નથી. - કેતન જોશી (અધિક કલેકટર)
દરિયા કિનારા પર બંદોબસ્ત : હવામાન વિભાગની આગાહી ધ્યાને લઈ ગુજરાતના તમામ દરિયા કિનારાઓ પર સંભવિત વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ દરિયા કિનારા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં લોકોને પણ દરિયા કિનારે ન જવા માટે અપીલ કરાય છે. નવસારી જિલ્લાના બીલીમોરાના માછીવાડ ધોલાઈ સહિતના વિસ્તારોમાં ખલાસીઓને દરિયામાં ન જવા માટે સૂચના અપાઈ છે. તમામ અધિકારીઓને પોતાનું હેડકવાટર ન છોડવા કલેકટર દ્વારા સૂચના અપાય છે.
સતત મોનિટરિંગ : આ સાથે જ જે માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા છે તેમને પણ પરત બોલાવવાની કામગીરી કરાઈ રહી છે. નવસારી જિલ્લા નાયબ કલેકટર અને તેમની ટીમ દ્વારા આ અંગે સતત મોનિટરિંગ કરીને સંભવિત વાવાઝોડાની પહેલા તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે. નવસારી જિલ્લામાં NDRF ની હાલ કોઈ જરૂરિયાત નહીં હોવાનું અધિક કલેકટર દ્વારા જણાવાયું છે.