ગણદેવી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય નરેશ પટેલ તેમજ બીલીમોરા નગરપાલિકાની જળસ્ત્રોતોમાં ગણેશ વિસર્જનથી ફેલાતા પ્રદૂષણને અટકાવવાના પ્રયાસોના પહેલને લઇ બીલીમોરા સોમનાથ મંદિર નજીક આવેલી રાવલ નગર સોસાયટીના રહીશોએ ઘર આંગણે કોમન પ્લોટમાં કુત્રિમ તળાવ બનાવી માટીની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. નદી, તળાવ, દરિયા જેવા કુદરતી જળસ્ત્રોતોમાં વિસર્જનથી ફેલાતા પ્રદૂષણને અટકાવવાના પ્રયાસો વચ્ચે તેમણે ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ મનાવી અન્ય ગણેશ મંડળોને પ્રેરણા પૂરી પાડી હતી. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પણ પાલિકા પ્રમુખ સાથે શહેરના વિવિધ ગણેશ પંડાલોમાં જઈ આયોજકોને અપીલ કરવામાં આવી હતી.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત, પ્રદુષણમુક્ત ભારતના સ્વપનને બીલીમોરાની નગર પાલિકા તેમજ રાવલ નગર સોસાયટીએ સાકાર કરી ઉત્સવપ્રિય પ્રજાને પ્રેરણા પુરી પાડી છે. જેમાં તેમણે સોસાયટીના કોમન પ્લોટમાં સોસાયટીના ખર્ચે બનાવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કર્યું હતું. પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓથી કુદરતી જળસ્રોતો દૂષિત થઈ રહ્યા છે. માટીની પ્રતિમા થકી પ્રદુષણ અટકાવી શકાય છે. જેની પહેલ બીલીમોરાની નગરપાલિકા તેમજ રાવલ નગર સોસાયટીએ કરી છે. તેમજ શોભાયાત્રા બાદ ઘરઆંગણે કુત્રિમ તળાવ બનાવી વિસર્જન કરી અનુકરણીય દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. જેને પર્યાવરણ પ્રેમીઓએ વધાવી લીધું હતું. સાથે જ નગર પાલિકા દ્વારા પણ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવી ઈકો ગણેશ વિશર્જન માટે ભક્તોને અપીલ કરવામાં આવી રહી છે