ETV Bharat / state

Gandevi Demand of Railway Overbridge : ગરનાળાની સમસ્યા ઉકેલવા રેલવે ઓવરબ્રિજની માગણી

ગણદેવીમાં વેંગણિયા નદી પર પુલનું નિર્માણ કાર્ય ચાલુ છે, પરંતુ રેલવે ગરનાળાને લઇને ચોમાસામાં સમસ્યા સર્જાવાની ભીતિ (Gandevi Demand of Railway Overbridge) છે. આ મુદ્દે રેલવેને રજૂઆત થઈ છે.

Gandevi Demand of Railway Overbridge : ગરનાળાની સમસ્યા ઉકેલવા રેલવે ઓવરબ્રિજની માગણી ઉઠી

author img

By

Published : Feb 15, 2022, 6:28 PM IST

Updated : Feb 15, 2022, 8:48 PM IST

નવસારી : ગણદેવી અને બીલીમોરાને જોડતા માર્ગ પર વેંગણિયા નદી પર પાલિકા દ્વારા પુલનું નિર્માણ કાર્ય આરંભાયું છે. પરંતુ આગળ રેલ્વે ગરનાળાની સ્થિતિ ન બદલાતા ચોમાસામાં પૂર (Venganiya overflow Problem) વખતે લોકોને રાહત કેવી રીતે મળશે તેનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જોકે (Gandevi Demand of Railway Overbridge) પાલિકાએ પશ્ચિમ રેલવેેમાં રજૂઆત કરી ગરનાળાની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવાની આશા વ્યક્ત કરી છે.

ઈમરજન્સી સમયે ગળા સુધીના પાણીમાં લોકોએ જીવના જોખમે બહાર નીકળવું પડે છે

ચોમાસામાં પુરની સ્થિતિ બનતા 250 પરિવારો થાય છે સંપર્કવિહોણા

ગણદેવીને બીલીમોરા સાથે જોડતા માર્ગ પર વેંગણિયા ખાડી અને નેરોગેજ ટ્રેનનું ગરનાળુ આવે છે. વર્ષો દરમિયાન વેંગણિયા અને રેલ્વે ગરનાળાની બંને તરફ રસ્તાઓ બનતા રહ્યાં, પણ ચોમાસામાં વેંગણિયામાં (Venganiya overflow Problem ) પાણીની આવક વધતા જ દુબાણમાં જતો બંધારો અને રેલવે ગરનાળામાં 5 ફુટ સુધી પાણીના ભરાવાને કારણે 250 પરિવારોનો કલાકો અથવા થોડા દિવસો માટે ગણદેવી અને બીલીમોરાથી સંપર્ક તૂટી જાય છે. ઈમરજન્સી સમયે ગળા સુધીના પાણીમાં લોકોએ જીવના જોખમે બહાર નીકળવું પડે છે. ત્યારે પાલિકાની વર્ષોની વેંગણિયા નદી પર પુલની માંગણી સંતોષાઈ અને પુલનું નિર્માણકાર્ય આરંભાયું છે. પરંતુ આગળ નેરોગેજ રેલ્વેના ગરનાળા પર ઓવર બ્રિજ કે ગરનાળાની સ્થિતિમાં બદલાવ આવે એવી કોઈ વ્યવસ્થા થઈ નથી. જેથી ચોમાસામાં પુરની સ્થિતિમાં કોઈ રાહત થાય એવું દેખાતું નથી. જેથી પાલિકાએ પ્રથમ રેલવેે ગરનાળા પર ઓવર બ્રિજ કે (Gandevi Demand of Railway Overbridge) અન્ય વ્યવસ્થા ઉભી કરવાનું વિચારવુ રહ્યું.

આ પણ વાંચોઃ Space for ST Depot : નવસારીના ગણદેવીમાં જૂની મામલતદાર કચેરીની જગ્યાએ એસટી ડેપો બનાવવા રજૂઆત

પાલિકા પ્રમુખે રેલવે ગરનાળાની અટકી પડેલી ફાઇલ આગળ ધપાવવા શરૂ કર્યા પ્રયાસ

ચોમાસામાં વેંગણિયામાં પાણીની આવક વધતા પૂરની સ્થિતિ (Venganiya overflow Problem ) બનતી હોવાનું સ્વીકારી (Gandevi Demand of Railway Overbridge)પાલિકાએ પુલ નિર્માણમાં ઝડપ લાવી ચોમાસા પૂર્વે પુલ લોકાર્પણ કરવાની આશા સેવી છે. જેની સાથે જ 5 વર્ષ અગાઉ પશ્ચિમ રેલવેેમાં રજૂઆત કરતા ઓવર બ્રિજ માટે સર્વે પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ બોર્ડ બદલાતા ફાઇલ માળીયે ચઢી હતી. જેને ફરી વેગ આપી પાલિકા પ્રમુખે જિલ્લા કલેકટર સહિત સાંસદ સી. આર. પાટીલ અને પશ્ચિમ રેલવેેમાં રજૂઆતો કરી વહેલી તકે રેલવેે ગરનાળાની સમસ્યાનું પણ સમાધાન આવે એવા પ્રયાસો હાથ ધર્યા છે.

આ પણ વાંચોઃ Solar Park in Navsari: નવસારીના વડા તળાવમાં બનશે સોલાર પાર્ક, ગણદેવી નગરપાલિકાનું 50 ટકા લાઈટ બિલ બચી જશે

વેંગણિયા પર પુલ સમસ્યાનું મહદ્દ અંશે સમાધાન, કાયમી સમાધાન જરૂરી

ગણદેવી નગરપાલિકા દ્વારા વેંગણિયા નદી પર પુલ બનાવી પુરની સમસ્યા (Venganiya overflow Problem) પાલિકાએ મહદ અંશે ઉકેલી તો ખરી, પણ રેલવે ગરનાળાને કારણે ચોમાસામાં પૂરની સ્થિતિમાં કોઇ રાહત નહીં મળે. જેથી રેલવે ઓવરબ્રિજ બને (Gandevi Demand of Railway Overbridge) તો સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

Last Updated : Feb 15, 2022, 8:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.