નવસારી: અકસ્માતના બનાવો વધી રહ્યા છે. અકસ્માતના કારણે મોત થવાનો આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે. ફરી વાર અંકલેશ્વર ચાર યુવાન મિત્રો હળવાશની પળો માણવાના સપના સાથે સાપુતારા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ગંભીર અકસ્માત નડતા ચાર મિત્રોમાંથી બે મિત્રોનું ઘટના સ્થળે કરૂણ મોત જ્યારે અન્ય બે મિત્રોમાં એક ને એક ને સામાન્ય અને બીજાને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે વાંસદાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
"અંકલેશ્વર ચાર યુવકો સાપુતારા જય રહ્યા હતા. તે દરમિયાન ચારણ વાળા ગામ નજીક તેઓની કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી. જેને કારણે કાર પલટી ખાઈ ગઈ હતી. જેમાં બે યુવકો નું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે બે યુવકો ને વાંસદાની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની સ્થિતિ હાલ નોર્મલ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો ખુરદો બોલી ગયો છે. જે પરથી ઓવર સ્પીડના કારણે આ અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવી શકાય છે. હાલ તો સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે."--બી.જે. ચૌધરી (તપાસ અધિકારી)
કાર પલટી મારી ગઈ: પોલીસ પાસે મળતી માહિતી મુજબ અંકલેશ્વરની ઓમ એન ફાર્મા કંપનીમાં કામ કરતા ચાર મિત્રો પોતાની કાર લઈને સાપુતારા જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમની કાર વાંસદા થી વઘઇ જતા રોડ પર તાલુકાના ચારણવાડા ગામના ડુંગરી ફળિયા નજીક પહોંચી હતી. તે દરમિયાન તેઓની કાર બાજુના ડિવાઈડર ના કટ માં અથડાઇ હતી. જેથી સ્પીડ પણ વધારે હોય કારનું બેલેન્સ ખોરવાયું હતું. તેઓની કાર પલટી મારી ગઈ હતી.
ધડાકાભેર અવાજ: અકસ્માત એટલો ગંભીર હતો કે સ્થાનિકો ધડાકાભેર અવાજ સાંભળી ચોકીને રસ્તા ઉપર દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને બચાવવાની કામગીરી ચાલુ કરી દીધી હતી. પરંતુ કાર પલટી મારવાના કારણે કારમાં સવાર પાર્થ વજુ ડોબરીયા ઉંમર વર્ષ 24 અને વિકેન રાકેશ ખાંટ ઉંમર વર્ષ 22 નું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકો તેજ પ્રકાશ ડોબરીયા ને સામાન્ય અને હર્શિલ કાલજી ઠુમ્મર નામના યુવાનોને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.