ETV Bharat / state

Former Governor of Andhra Pradesh:આંધ્રપ્રદેશના પૂર્વ રાજ્યપાલ કુમુદબેન જોશીનું 88 વર્ષની વયે નિધન

પીઢ કોંગ્રેસી અને આંધ્રપ્રદેશના પૂર્વ રાજ્યપાલ કુમુદ જોશી લકવાની લાંબી માંદગી બાદ 88 વર્ષની જૈફ વયે નિધન થયુ છે. ઈન્દિરા ગાંધીને પોતાના રોલ મોડલ માનનારા કુમુદ રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ રહ્યા હતા. જ્યારે 1973 થી 1985 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા.

Former Governor of Andhra Pradesh: કુમુદબેન જોશીનું લકવાની માંદગી બાદ 88 વર્ષની વયે નિધન

author img

By

Published : Mar 14, 2022, 10:20 PM IST

નવસારી: પીઢ કોંગ્રેસી અને આંધ્રપ્રદેશના પૂર્વ રાજ્યપાલ કુમુદ જોશી લકવાની લાંબી માંદગી બાદ 88 વર્ષની જૈફ વયે નિધન થયુ છે. એમની ભત્રીજી અમેરિકાથી આવ્યા બાદ ગુરૂવારે એમની અંત્યેષ્ટિ કરવામાં આવશે, જેથી હાલ એમના પાર્થિવ દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે.

પીઢ કોંગ્રેસી અને આંધ્રપ્રદેશના પૂર્વ રાજ્યપાલ કુમુદબેન જોશી લકવાની લાંબી માંદગી બાદ 88 વર્ષની જૈફ વયે નિધન થયુ છે.

ગુજરાતમાંથી રાજ્યપાલ બનનારા પ્રથમ મહિલા - પીઢ કોંગ્રેસી સાથે જ રાજ્યસભાના સાંસદ(Member of Rajya Sabha), કેન્દ્રીય પ્રધાન(Union Minister Governor) તેમજ રાજ્યપાલ( Governor) સુધીની સફર ખેડનારા નવસારીના કુમુદ મણિશંકર જોશીનો 31 જાન્યુઆરી, 1934 ના રોજ થયો હતો. બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા (Born into a Brahmin family)કુમુદનું બાળપણ જાહોજલાલીમાં વિત્યુ હતુ.

કુમુદબેન ખેડૂતોની પડખે રહ્યા હતા અને સંબંધીતો સાથે વાત કરી, કલેક્ટર અને તેમની ટીમને સમજૂતીથી કાર્યવાહી કરવા સમજાવી પરત મોકલી હતી. જે એમની કાર્યદક્ષતા દર્શાવે છે.

30 વર્ષે તેઓ સક્રિય રાજકારણમાં જોડાયા હતા: ઇન્દિરા ગાંધીને પોતાના રોલ મોડલ માનનારા કુમુદબેન રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ રહ્યા હતા. જ્યારે 1973 થી 1985 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. આ સમય દરમિયાન કુમુદબેને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં કેન્દ્રીય રાજ્ય પ્રધાન તરીકે પણ સેવા આપી હતી. ત્યાર બાદ વર્ષ 1985 થી 1990 સુધી તેઓ આંધ્રપ્રદેશના બીજા મહિલા રાજ્યપાલ બન્યા હતા.

પીઢ કોંગ્રેસી સાથે જ રાજ્યસભાના સાંસદ, કેન્દ્રીય પ્રધાન તેમજ રાજ્યપાલ સુધીની સફર ખેડનારા નવસારીના કુમુદબેન મણિશંકર જોશીનો 31 જાન્યુઆરી, 1934 ના રોજ થયો હતો. બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા કુમુદબેનનું બાળપણ જાહોજલાલીમાં વિત્યુ હતુ.

વિવાદોથી ઘેરાયેલો હતો કુમુદબેનનો કાર્યકાળ - કુમુદબેન બોલ્ડ નિર્ણય માટે જાણીતા હતા. જેના કારણે જ તેઓ આંધ્રપ્રદેશમાં વિવાદોથી ઘેરાયેલા રહેવા સાથે તત્કાલિન સરકારના નિશાના પર રહતા હતા. TDP સરકાર તેમને કોંગ્રેસના એજન્ટ (Agent of Congress)તરીકે માનતી હતી. એમના પ્રજાસત્તાક પર્વના 20 મિનિટના ભાષણે પણ ઘણો વિવાદ સર્જ્યો હતો. જેમાં તેમણે કેન્દ્ર સરકારના સપોર્ટ(Central Government Support) વિના રાજ્ય વિકાસ કરી જ ન શકેની વાત કરી હતી. જેમાં કેન્દ્ર સરકાર રોજના 4 કરોડ રૂપિયા સ્ટીલ પ્રોજેટમાં(Steel project) ખર્ચી રહી છે. સાથે જ અનાજ વિતરણમાં પણ સબસીડી મળે છે. જોકે તેમણે આંધ્રપ્રદેશના દરેક જિલ્લાઓમાં ફરીને રાજ્યના વિકાસ માટે ઘણા મહત્વના નિર્ણયો પણ લીધા હતા.

આ પણ વાંચો: ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન વજુભાઇ જાનીનું 92 વર્ષની વયે નિધન

કુમુદબેન ખેડૂતોની પડખે રહ્યા હતા - મોદી સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં (Bullet Train Project)ગણદેવી તાલુકાના ધનોરી, ચાંગા, કેસલી જેવા ગામોમાં જમીન સંપાદનની કાર્યવાહીનો ખેડૂતો વિરોધ કરતા હતા. માપણી ન થવાને કારણે પ્રોજેકટ અટવાયો હતો. ત્યારે તત્કાલીન કલેક્ટર મોડીયા પોલીસ કાફલા સાથે ગણદેવીના ધનોરી જમીનની માપણી માટે પહોંચ્યા હતા. એ સમયે કુમુદબેન ખેડૂતોની પડખે રહ્યા હતા અને સંબંધીતો સાથે વાત કરી, કલેક્ટર અને તેમની ટીમને સમજૂતીથી કાર્યવાહી કરવા સમજાવી પરત મોકલી હતી, જે એમની કાર્યદક્ષતા દર્શાવે છે.

આ પણ વાંચો: Anil Joshiyara Passes Away: કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાના નિધન પર ધારાસભ્યોએ દુઃખ વ્યક્ત કર્યું

છેલ્લા બે વર્ષોથી લકવાની અસરને કારણે પથારીવશ હતા - કુમુદબેન અપરણિત હતા, પરંતુ એમના ભાઈની દીકરીને જ પોતાની દીકરી માનતા હતા. ખાદી ગ્રામોદ્યોગના (Khadi Village Industry)પ્રમુખ રહેલા કુમુદબેન તેમના જીવનના અંતિમ વર્ષોમાં નવસારીના ગણદેવી તાલુકાના ધનોરી ચાંગા તેમના ગામે જ રહ્યા હતા. છેલ્લા બે વર્ષોમાં કુમુદબેનને લકવાની અસર થતા, તેઓ પથારીવશ હતા. જેમણે લાંબી માંદગી બાદ આજે 88 વર્ષની જૈફ વયે આજે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા. કુમુદબેનના નિધનથી ગામ અગ્રણીઓ તેમના ઘરે પહોંચ્યા હતા. સાથે જ તેમના ભાઈની દીકરી જ્યોતિબેન જે અમેરિકા રહે છે, એમના નવસારી આવ્યા બાદ ગુરૂવારે સવારે એમની અંતિમયાત્રા નીકળશે. હાલ તેમના પાર્થિવ દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.