ETV Bharat / state

અબુધાબીમાં માછીમારી કરવા ગયેલા 5 ગુજરાતી ફસાયા, વિદેશ મંત્રાલયમાં કરી રજૂઆત - boat

નવસારી: ગણદેવી તાલુકાના મેંધર ભાટ ગામેથી 7 મહિના અગાઉ અખાતી દેશ અબુધાબીમાં માછીમારી માટે ગયેલા પાંચ ખલાસીઓ કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. જેમાં બોટ માલિકે મહેનતાણું તો ન ચૂકવ્યું પણ સાથે સાથે સ્વદેશ પાછા ફરતા અટકાવતા, તેઓ ભૂખ્યા-પ્યાસા દયનીય સ્થિતિમાં મુકાઈ ગયા છે. જેને લઈને તેમના પરિવારજનોએ મદદના પોકાર સાથે સાંસદ સી.આર.પાટીલને પણ રજૂઆત કરી છે.

અબુધાબીમાં માછીમારી માટે ગયેલા 5 ખલાસીઓની હાલત કફોડી
author img

By

Published : Jul 10, 2019, 8:10 AM IST

સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી પોર્ટ પર ફિશિંગ કરવા સાત મહિના અગાઉ ગણદેવી મેધરભાટના પાંચ ખલાસીઓ ગયા હતા. જેમાં મગન રામજીભાઈ ટંડેલ, દિનેશ રામજીભાઈ ટંડેલ, ચંપક કાનજીભાઈ ટંડેલ, રાજેશ કાંતિભાઈ ટંડેલ અને રાજેશ ગૌરીશંકર ટંડેલનો સમાવેશ થાય છે. તેઓ ગત તા 31 ડિસેમ્બર 2018થી ક્રમશઃ અબુધાબી પહોંચ્યા હતા. જેમાં જારોમ રાશેદ અલી અલ હસીબ અલ ઝાબીની એ. ડબલ્યુ.21-32 નંબરની ફીશિંગ બોટ પર માછીમારી કરવાનું કામ શરૂ કર્યું હતું.

અબુધાબીમાં માછીમારી માટે ગયેલા 5 ખલાસીઓની હાલત કફોડી

અબુધાબીના દરિયામાં માછીમારી કરી બોટ માલિકને સારી એવી કમાણી કરી આપી હતી. તેમ છતાં બોટ માલિકે યેનકેન પ્રકારે મહેનતાણું કે તેમનો હિસ્સો ચૂકવ્યો ન હતો. દેવું કરીને અબુધાબીની સફર બાદ મહેનતાણું ન મળતા તેઓની કફોડી હાલતમાં મુકાયા હતા. આ ઉપરાંત ઘર પરિવાર માટે પણ પૈસા ન મોકલી શકાતા તેઓના પરિવારની હાલત પણ દયનીય બની ગઈ હતી.

તે દરમિયાન ગત તા 1/5/19ના રોજ અબુધાબીમાં માછીમારીની સીઝન પૂર્ણ થતાં કામકાજ બંધ થઇ ગયું હતું. તેમ છતાં સ્વદેશ પરત ફરવાની મંજૂરી પણ આપવામાં આવી ન હતી. જેના કારણે તેઓે અને પરીજનોને કપરી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે.

આ સમગ્ર ઘટના બાદ તેઓએ સ્થાનિક પોલીસમાં અરજી કરતા પોલીસે પાસપોર્ટ અપાવ્યા હતા. જે બાદ ત્રણ સપ્તાહ અગાઉ ગત તા.21/6/19ના રોજ તેઓએ સ્વદેશ પરત ફરવા શારજાહથી સુરતની કન્ફરમેશન ટિકિટ કરાવી હતી. પરંતુ, ફ્લાઇટ પકડવા એરપોર્ટ પહોંચ્યા ત્યાં તો બોટ માલિકે તેમની ઉપર કેસ કરી દેતા એરપોર્ટે ક્લિયરન્સના અભાવે સ્વદેશ આવી શક્યા ન હતા. આ સમગ્ર ઘટનાની આપવીતી પરિવારજનોને જણાવતા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. જેના પગલે મૅધરભાટ ગામના અગ્રણી ઠાકોર ટંડેલ, તાલુકા પંચાયત સભ્ય મથુરભાઈ ટંડેલ અને તમામ 5 ખલાસીઓના પરિવારજનોએ સાંસદ સી.આર. પાટીલની મુલાકાત લઈ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જે બાદ સાંસદે ભારત સરકારના વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધી પાંચેય ખલાસીઓને સ્વદેશ પરત લઈ આવવાનો દિલાસો આપ્યો હતો.

Intro:ગણદેવી તાલુકાના મેંધર ભાટ ગામેથી ૭ મહિના અગાઉ અખાતી દેશ અબુધાબી માં મચ્છીમારી માટે ગયેલા પાંચ ખલાસીઓ કફોડી હાલતમાં મુકાય ગયા છે. બોટ માલિકે મહેનતાણું તો ન ચૂકવ્યું પણ સાથે સાથે સ્વદેશ પાછા ફરતા અટકાવતા તેઓ ભૂખ્યા પ્યાસા દયનીય સ્થિતિમાં મુકાઇ ગયા છે. તેમના પરિવારજનો એ મદદ ના પોકાર સાથે સાંસદ સી.આર.પાટીલ ને ટહેલ નાખી છે.

Body:સંયુક્ત આરબ અમીરાત ના અબુધાબી પોર્ટ ઉપર ફિશિંગ કરવા સાત મહિના અગાઉ ગણદેવી મેધરભાટ ના પાંચ ખલાસીઓ ગયા હતા.જેમાં મગન રામજીભાઈ ટંડેલ (૫૬),દિનેશ રામજીભાઈ ટંડેલ (૪૩),ચંપક કાનજીભાઈ ટંડેલ (૩૦),રાજેશ કાંતિભાઈ ટંડેલ (૪૯) અને રાજેશ ગૌરીશંકર ટંડેલ(૪૯) નો સમાવેશ થાય છે. તેઓ ગત તા.૩૧ મી ડિસેમ્બર ૨૦૧૮ થી ક્રમશઃ અબુધાબી પહોંચ્યા હતા. અને જારોમ રાશેદ અલી અલ હસીબ અલ ઝાબી ની એ. ડબલ્યુ.૨૧ --૩૨ નંબર ની ફીશિંગ બોટ ઉપર મરછીમારી કામ શરૂ કર્યું હતું. અબુધાબી ના દૂર દરિયામાં તેઓ મચ્છી પકડવાના પાંજરા નાખી વિપુલ પ્રમાણમાં મચ્છીમારી કરતા હતા. તેઓએ બે ફિશીંગ ટ્રીપ સફળતા પૂર્વક પાર પાડી લાખો દિરહામ ની કમાણી કરી આપી હતી.તેમ છતાં બોટ માલિકે યેનકેન પ્રકારે મહેનતાણું કે તેમનો હિસ્સો ચૂકવ્યો ન હતો.દેવું કરીને અબુધાબી ની સફર બાદ મહેનતાણું ન મળતા તેઓ કફોડી હાલત માં મુકાયા હતા.તેમજ ઘર પરિવાર માટે પણ પૈસા ન મોકલી શકાતા તેઓ ના પરિવાર ની હાલત પણ દયનીય બની ગઈ હતી. દરમ્યાન ગત તા. ૧/૫/૧૯ ના રોજ અબુધાબી માં મચ્છીમારી ની સીઝન પૂર્ણ થતાં કામકાજ બંધ થયું હતું.તેમ છતાં સ્વદેશ પરત ફરવાની મંજૂરી પણ આપવામાં આવતી નથી.જેને કારણે ખરાબ સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છેConclusion:.જે બાદ તેઓ એ સ્થાનિક પોલીસ માં અરજ કરતા પોલીસ પાસપોર્ટ અપાવ્યા હતા.જે બાદ ત્રણ સપ્તાહ અગાઉ ગત તા.૨૧/૬/૧૯ ના રોજ તેઓ એ સ્વદેશ પરત ફરવા શારજાહ થી સુરત ની કન્ફરમેશન ટિકિટ કરાવી હતી.પરંતુ ફ્લાઇટ પકડવા એરપોર્ટ પહોંચ્યા ત્યાં તો બોટ માલિકે તેમની ઉપર કેસ કરી દેતા એરપોર્ટે કલિયરન્સ ના અભાવે સ્વદેશ આવી ન શક્યા.અને સ્વદેશ પરત ફરવાના સ્વપ્ના ચકનાચૂર થયા હતા. તેઓ એ પોતાની આપવીતી પરિવારજનો ને જણાવતા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. જેને પગલે મૅધર ભાટ ગામ ના અગ્રણી ઠાકોર ટંડેલ,તાલુકા પંચાયત સભ્ય મથુરભાઈ ટંડેલ અને પાંચેય ખલાસીઓના પરિવારજનો એ સાંસદ સી.આર. પાટીલ ની મુલાકાત લઈ સમગ્ર ઘટના ની જાણ કરી હતી. જે બાદ સાંસદ એ ભારત સરકાર ના વિદેશ મંત્રાલય નો સંપર્ક સાધી પાંચેય ખલાસીઓ ને સ્વદેશ પરત લાવવાનો દિલાસો આપ્યો હતો.

બાઈટ 1:-બબીતા ટંડેલ (રાજેશભાઈના પત્ની )
બાઈટ 2: ઠાકોરભાઈ ટંડેલ ( પરત આવેલ માછીમાર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.