નવસારી: જીવનની ઢળતી સાંજ પ્રવૃત્તિમય અને આનંદિત રહે એ હેતુથી નવસારીના(Navsari viral video) લુન્સીકુઈ વિસ્તારમાં રહેતા 73 વર્ષીય જશોદાબેન પટેલ નવસારી(Jashodaben Patel Navsari Gangubai Dance) ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટિઝન્સ ગ્રુપ(District Senior Citizens Group) સાથે જોડાયા હતા. ગ્રુપમાં અનેક પ્રવૃત્તિઓ થતી રહે છે, જેમાં થોડા સમય અગાઉ ગ્રુપ મેમ્બર્સ સહિત તેમના પરિવારના વ્યક્તિઓ માટે ડાન્સનો કાર્યક્રમ યોજ્યો હતો.
5 દિવસમાં શીખ્યો ઢોલીડા સોન્ગ પર ડાન્સ: ગરબાના શોખીન જશોદાબેનને તેમના પતિ ડૉ. રમેશભાઈએ નામ નોંધાવવા પ્રોત્સાહિત કર્યા હતા,પરંતુ કોરોનાને કારણે એ કાર્યક્રમ થઈ શક્યો ન હતો. દરમિયાન ગત વુમન્સ ડે પર આયોજીત અંતાક્ષરીના કાર્યક્રમ પૂર્વે જશોદાબેનને તેમનો સોલો ડાન્સ પરફોર્મ કરવા જણાવાયુ હતુ,પરંતુ તેમની પાસે ફક્ત પાંચ દિવસો જ હતા. જોકે હંમેશા ઉમંગમાં રહેતા જશોદાબેને આ વાત ચેલેન્જ તરીકે લઈ લીધી અને ગંગુબાઈ ફિલ્મના એનર્જેટિક ઢોલીડા સોંગને પસંદ કર્યુ.
સંગીતમાં પારંગત થઈ રહ્યા છે: તેમણે જીવનનું પ્રથમ સ્ટેજ પરફોર્મન્સ આપ્યુ હતુ. જેને ગ્રુપના મેમ્બરોએ મોબાઈલમાં કંડાર્યુ અને જોતજોતામાં 73 વર્ષના યંગએનર્જેટિક જશોદાબા સોશ્યલ મિડીયામાં વાયરલ થઈ ગયા હતા. જશોદાબેન નવસારીના જાણીતા ડો. રમેશ પટેલના પત્ની છે. પરિવારમાં બે પુત્રો છે. જે વિદેશમાં સ્થાયી થયા છે. જશોદાબેનને ગરબાનો શોખ છે અને નવરાત્રીમાં મન મુકીને ગરબા રમતા હોય છે. સાથે જ હાલ તેઓ સંગીતમાં પારંગત થઈ રહ્યા છે.
આ પણ વાંચો: Gangubai Kathiyawadi Film Release : મૂવી જોઇને શું કહી રહ્યાં છે રાજકોટીયન્સ
જીવનમાં જવાબદારી વચ્ચે પણ શોખ જીવંત રાખો : જશોદાબેન ઘરે જ હાર્મોનિયમ વગાડતા શીખી રહ્યા છે. જ્યારે જીવનના અંતિમ પડાવમાં હારી જતા કે શોખને દૂર કરતા વૃદ્ધોને જશોદાબેને જીવનની દરેક પળને માણવાની સાથે મક્કમતાથી આગળ વધી શોખ પૂર્ણ કરવા જણાવ્યું હતુ. નહીં થાય, નહીં થાય કર્યા કરીએ તો નહીં જ થાય, પણ ઉત્સાહ સાથે આગળ વધતા રહેવું જોઈએ.