ETV Bharat / state

નવસારી નહેરનું રોટેશન જાહેર ન કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો, રોટેશન જાહેર થાય તેવી માંગ

નવસારી જિલ્લામાં ચોમાસામાં ઉકાઈ ડેમની જળ સપાટીને સપ્ટેમ્બરમાં ધ્યાને લીધા બાદ ઓક્ટોબરના પ્રારંભે જ મે મહિના સુધીના નહેરના રોટેશન સિંચાઈ વિભાગ જાહેર કરતું હોય છે. પરંતુ અડધો ઓક્ટોબર પૂરો થવા છતા નહેરના રોટેશન જાહેર ન થતા નહેરના પાણીથી સિંચાઈ કરતા નવસારીના હજારો ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાથે જ રોટેશન વહેલા જાહેર થાય એવી ખેડૂતોમાં માંગ ઉઠી છે.

સિંચાઇ વિભાગ નવસારી નહેરનું રોટેશન જાહેર ન કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો

author img

By

Published : Oct 16, 2020, 8:58 PM IST

નવસારી: જિલ્લામાં લગભગ 70 હજાર હેક્ટર જમીનમાં ડાંગર થાય છે. ચોમાસુ ડાંગર સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તૈયાર થતા તેની કાપણી શરૂ થઈ છે અને ખેડૂતો ઉનાળુ ડાંગર માટે ધરૂ રોપવાની તૈયારી કરી રહ્યા છે. નવસારી જિલ્લાની મોટાભાગની ખેતી ઉકાઈ ડેમના પાણી પર આધાર રાખે છે. ચોમાસામાં ડેમમાં પાણીની આવક બાદ સપ્ટેમ્બરના અંતમાં સિંચાઈ વિભાગ ડેમની જળ સપાટીને ધ્યાને લઇ 1લી ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધીમાં નહેરના પાણીના રોટેશન જાહેર કરે છે. જેમાં જિલ્લામાં 12-14 દિવસના રોટેશન વિસ્તાર પ્રમાણે જાહેર થતા હોય છે. જેથી ખેડૂતો પણ રોટેશનને આધારે રોપણી માટેની તૈયારી કરતા હોય છે.

સિંચાઇ વિભાગ દ્વારા રોટેશન જાહેર ન કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો, રોટેશન જાહેર થાય તેવી માંગ

દર વર્ષે ઓક્ટોબરના પ્રારંભે જ જાહેર થતા રોટેશન અડધો ઓક્ટોબર પૂર્ણ થવા છતા પણ જાહેર થયા નથી. જેથી ચોમાસુ ડાંગરની કાપણી કર્યા બાદ ઉનાળુ ડાંગરના ધરૂની રોપની માટેની તૈયારી કરવાને લઈને ખેડૂતો અવઢવમાં મુકાયા છે. સાથે જ ડેમમાં પૂરતું પાણી હોવા છતા, જો રોટેશન મોડા આપવામાં આવશે, તો ડાંગરની રોપણી પાછળ ધકેલાવાની સંભાવનાને જોતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

સિંચાઇ વિભાગ નવસારી નહેરનું રોટેશન જાહેર ન કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો
સિંચાઇ વિભાગ નવસારી નહેરનું રોટેશન જાહેર ન કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો
સિંચાઇ વિભાગ નવસારી નહેરનું રોટેશન જાહેર ન કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો
સિંચાઇ વિભાગ નવસારી નહેરનું રોટેશન જાહેર ન કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો
સિંચાઇ વિભાગ નવસારી નહેરનું રોટેશન જાહેર ન કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો
સિંચાઇ વિભાગ નવસારી નહેરનું રોટેશન જાહેર ન કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો

નવસારી અને વલસાડ મળી કુલ 80 હજાર ખેડૂતો ઉકાઈ ડેમમાંથી આવતી અંબિકા સિંચાઈની નહેર આધારિત ખેતી કરે છે. જેથી નહેરના રોટેશન ઉપર ખેડૂતોની વધુ આશા હોય છે. પરંતુ ડેમમાં પુરતુ પાણી હોવા છતા સિંચાઈ વિભાગે હજી રોટેશન જાહેર કર્યા નથી. જોકે રોટેશન જાહેર થવામાં મોડુ થવા અંગે અધિકારીઓએ હાલ ડાંગરની કાપણી ચાલી રહી છે, જોકે પિયત મંડળીઓ તેમ જ આગેવાનો સાથે વાત કરીને રોટેશનનો રિપોર્ટ સુરત વડી કચેરીએ મોકલ્યો છે. જ્યાથી આગામી 10 દિવસોમાં મળનારી હાઈ લવવાલ કમિટી બેઠકમાં નહેરના પાણીના રોટેશન નક્કી થવાની આશા વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.