Navsari News: કલેકટર કચેરીના પાર્કિંગ વિસ્તારમાં પૂર્વ સરકારી કર્મચારીએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ - Navsari News
પૂર્વ કર્મચારીએ જ આત્મવિલોપનનો પ્રયાસ કરતા તંત્ર દોડતું થયું હતું. હાજર કલેકટર કચેરીના સ્ટાફની આત્મવિલોપન કરતા 71 વર્ષિય ભરત ભાવસારને બચાવ્યા હતા.કલેક્ટર કચેરીના અધિકારીઓ દ્વારા 108 ને ફોન કરતા 108 ના મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
Published : Sep 16, 2023, 1:50 PM IST
|Updated : Sep 16, 2023, 2:37 PM IST
નવસારી: નવસારી જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં પાર્કિંગ વિસ્તારમાં ભરૂચની ડીઆઇએલઆર ઓફિસના ટર્મિનેટર પૂર્વ ઇન્કવાયરી સર્વેયર એ આત્મવિલોપનનો પ્રયાસ કરતા કલેક્ટર કચેરીના સ્ટાફ સાથે વહીવટી તંત્ર દોડતું થયું હતું.
'ભરૂચ DILR કચેરીના પૂર્વ કર્મચારી ભરત પ્રાણજીવન ભાવસારની સાથે લાવેલા પેટ્રોલ જેવા પદાર્થથી સળગી જવાનો પ્રયાસ કર્યો હતો. જેમને સ્થળ પરના હાજર કલેકટર કચેરીના સ્ટાફે બચાવી 108 ના મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આત્મવિલોપન કરનાર ભરત ભાવસાર એ ભરૂચ ડી એલ આર ઓફિસમાં રેકોર્ડ સાથે ચેડા કરવા સબબ 2002માં ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. જેમની ખાતાકીય તપાસ કરી તેમને બરતરફ કરવામાં આવ્યા હતા.' -કેતન જોશી, જિલ્લા અધિક કલેકટર, નવસારી
પ્રાણજીવન ભાવસાર ભાંગી પડ્યા: પોતાની કાયમી નોકરી જવાને લઈને ભરત પ્રાણજીવન ભાવસાર ભાંગી પડ્યા હતા. જેથી તેઓએ સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે અને સરકારનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત થાય અને પોતાને ન્યાય મળે તેવા ઉદ્દેશથી તેઓ કલેકટર કચેરીએ આવ્યા હતા. કલેકટર કચેરીની પટાંગણમાં આવેલા પાર્કિંગ વિસ્તારમાં ચાર વાગ્યાના આસપાસ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પાર્કિંગ વિસ્તારમાં તેઓ સળગતા કલેક્ટર કચેરીના સ્ટાફ ત્યાં દોડી આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા: બીજી તરફ કલેક્ટર કચેરીના અધિકારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી 108 મારફતે તેઓને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને નવસારી પોલીસ પણ દોડતી થઈ હતી. આ સમગ્ર ઘટના બની ત્યારે નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશી યાદવ કચેરીએ હાજર ન હતા. જ્યારે નવસારી સિવિલ હોસ્પિટલ થી આત્મવિલોપન કરનાર આધેડ 35% થી વધુ દાઝ્યો હોવાની માહિતી મળી હતી.