ETV Bharat / state

લોકાર્પણ બાદ પણ નિરાશ્રિતોના માટે બનાવવામાં આવેલા રેન બસેરા માત્ર કાગળ પર - વિજલપોર પાલિકા

નવસારીમાં પાલિકાએ 2 કરોડ રૂપિયાના ખર્ચે રેનબસેરા (Refuge place Navsari) બનાવી તો દીધું, પરંતુ નિરાશ્રિતોના માટે બનાવવામાં આવેલા રેન બસેરા માત્ર કાગળ પર જ હોય તેવું જોવા મળી રહ્યું છે.નિરાશ્રિતો કડકડતી ઠંડીમાં સુવા મજબૂર બન્યા છે. તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.

લોકાર્પણ બાદ પણ નિરાશ્રિતોના માટે બનાવવામાં આવેલા રેન બસેરા માત્ર કાગળ પર

author img

By

Published : Dec 13, 2022, 7:50 PM IST

લોકાર્પણ બાદ પણ નિરાશ્રિતોના માટે બનાવવામાં આવેલા રેન બસેરા માત્ર કાગળ પર

નવસારી આભ નીચે રહેવુ માણસની મજબૂરીનો એક ભાગ છે. નવસારીમાં પણ ઉનાળો, ચોમાસુ કે શિયાળો બારે માસ, 365 દિવસ એવા કેટલાય લોકો છે, જેઓ રાત્રે રસ્તાની બાજુમાં, ફૂટપાથ પર કે દુકાનોના ઓટલાઓ પર સૂતા(Refuge place Navsari) જોવા મળે છે. જેમને માટે પાલિકાએ 2 કરોડ રૂપિયાના ખર્ચે રેનબસેરા બનાવ્યુ અને ચુંટણી પૂર્વે લોકાર્પણ પણ કરી નાંખ્યુ, પણ જરૂરી સુવિધાઓ શરૂ ન થઈ શકતા ફરી રેન બસેરાને તાળા લાગ્યા છે. અને નિરાશ્રિતો રસ્તા પર ખુલ્લા આકાશ નીચે કડકડતી ઠંડીમાં સુવા મજબૂર બન્યા છે.

સરકારને આદેશ ભારત સરકારે રાજ્ય સરકારોના સહયોગથી શહેરી વિસ્તારોમાં રેનબસેરા (Ranbusera Scheme) બનાવવાની યોજના કાઢી હતી. નવસારી શહેરમાં રસ્તા પર, આશાપુરી માતાજી મંદિરની નજીક મોટી સંખ્યામાં ભિક્ષુકો રહે છે, જ્યારે શાકભાજી માર્કેટ અને અન્ય જગ્યાએ પણ મજુરો કે નિરાશ્રિતો રહેતા હોય છે. ટાઢ, તાપ કે વરસાદમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં કેટલાય લોકો રસ્તા પર, ફૂટપાથ પર કે ઓટલા પર સુઈ રહે છે. જેમના રાત્રી આશ્રય માટે નવસારી પાલિકાએ રેનબસેરા બનાવવાનું આયોજન કર્યુ હતુ.

હોલમાં લાખોનો ખર્ચ પાલિકાએ કામચલાઉ ધોરણે શહેરના ફુવારા સ્થિત કોમ્યુનિટી હોલમાં લાખોનો ખર્ચ કરી રેન બસેરા કાર્યરત કર્યુ હતુ. જેમાં મહિલા અને પુરૂષ મળી અંદાજે 35 લોકો રહેવા પણ માંડ્યા હતા. દરમિયાન પાલિકાએ ફુવારા વિસ્તારમાં જ 2 કરોડ રૂપિયાને ખર્ચે 100 નિરાશ્રિતો રહી શકે એવું ત્રણ માળનું સુવિધાયુક્ત રેન બસેરાનું નવું મકાન તૈયાર કર્યુ છે. જેમાં લિફ્ટ પણ મૂકવામાં આવી છે, જેથી દિવ્યાંગ કે વૃદ્ધોને ઉપરના માળે જવામાં મુશ્કેલી ન પડે. પરંતુ રેન બસેરામાં લિફ્ટ શરૂ થાય અને પાણી વ્યવસ્થા કાર્યરત થાય એ પૂર્વે નવસારી વિજલપોર પાલિકા(Vijalpore Municipality) દ્વારા ચુંટણી આચાર સંહિતા અગાઉ રેન બસેરાનું લોકાર્પણ કરી નિરાશ્રિતોને રહેવા માટે લઈ આવવામાં આવ્યા હતા.

ડકડતી ઠંડીમાં પણ રસ્તા પર ભિક્ષુકો અને મજુરો કડકડતી ઠંડીમાં પણ રસ્તા પર સૂતા જોવા મળે છે. ઘણા મજુરો રેન બસેરમાં જવા માંગે છે. પણ 9 વાગ્યા બાદ એમને રેન બસેરામાં પ્રવેશ અપાતો નથી. જેને કારણે એઓ હાડ થીજવતી ઠંડીમાં ધાબળા ઓઢીને સૂઈ રહે છે. પણ જો મોડેથી એમને પ્રવેશ આપવામાં આવે તો તેઓ સુવિધાયુક્ત રેન બસેરામાં રહેવા જવા તૈયાર છે.

ભ્રષ્ટાચાર થયો પાલિકાના શાસકોના વહીવટ પર સવાલો ઉઠાવ્યા છે. સાથે જ શહેરના વસતા નિરાશ્રિતોને શોધી એમને ટોકન આપી, એઓ રેન બસેરાનો ઉપયોગ કરે એવી વ્યવસ્થા કરે એવી વ્યવસ્થા પાલિકાએ ઉભી કરવી જોઈએની સલાહ આપી હતી. બીજી તરફ પાલિકાએ ઇમારત બની છે. અને એમાં પ્રાથમિક સુવિધાઓ થોડા દિવસોમાં કાર્યરત કરી દેવામાં આવશેની કેફીયત રજૂ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.