ETV Bharat / state

સ્ટડી ફ્રોમ હોમ, ગરીબ બાળકોને શૈક્ષણિક સાહિત્ય ઘરે પહોંચાડી કરાવાઈ રહ્યો છે અભ્યાસ - coronavirus india news

કોરોનાથી બચવા જાહેર લોકડાઉનમાં શાળાઓ બંધ છે, જોકે બંધ શાળાઓને કારણે બાળકોનું શિક્ષણ અટકી ન પડે એ હેતૂથી સ્ટડી ફ્રોમ હોમ કોન્સેપ્ટ સાથે બાળકોને ઓન લાઈન ભણાવવાનું શરૂ કરાયુ છે. જેમાં મોબાઈલ ફોન પર પણ સોશ્યિલ મીડિયાના માધ્યમથી સોફ્ટ કોપી વિદ્યાર્થીઓને અપાય છે, પરંતુ મોબાઇલ કે ટીવી પણ ન હોય એવા ગરીબ વિદ્યાર્થીઓને વિષયાનુસાર હાર્ડ કોપી આપી એમના અભ્યાસની દરકાર નવસારી શિક્ષણ વિભાગે કરી છે.

સ્ટડી ફ્રોમ હોમ
navsari
author img

By

Published : Apr 23, 2020, 8:07 PM IST

નવસારી: કોરોનાની વૈશ્વિક મહામારીમાં મોદી સરકારે લોકડાઉન જાહેર કરતા જ શાળાઓ બંધ થઇ છે, જેને કારણે બાળકોને દોઢ મહિનાનું વેકેશન પાડવા સાથે જ અભ્યાસ અને વાર્ષિક પરીક્ષાઓને પણ અસર થઇ છે. તે દરમિયાન લોકડાઉનના સમયમાં બાળકોનો અભ્યાસ બગડે નહિ એ હેતુથી રાજ્યના શિક્ષણ વિભાગે સ્ટડી ફોર્મ હોમના કોન્સેપ્ટથી પરિવારનો માળો, સલામત અને હુંફાળો શીર્ષક હેઠળ રોજ અભ્યાસને લગતુ સાહિત્ય ઓનલાઈનના માધ્યમથી બાળકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ શિક્ષકો દ્વારા પણ સોશ્યિલ મીડિયાના માધ્યમથી બાળકોને મોબાઈલમાં વિષય અનુરૂપ સોફ્ટ કોપીઓ મોકલી, અભ્યાસને ગતિ આપવામાં આવી છે. પરંતુ આ બધા વચ્ચે નવસારી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામોના ગરીબ અને આદિવાસી બાળકોની સ્થિતિ કફોડી બની છે. કારણ કે, ના તો એમની પાસે ટીવી છે કે ના મોબાઈલ ફોન જેથી આવા બાળકો પણ અભ્યાસથી વંચિત ન રહે એ માટે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે અનોખી પહેલ કરી છે.

ગરીબ બાળકોને શૈક્ષણિક સાહિત્ય ઘરે પહોંચાડી કરાવાઈ રહ્યો છે અભ્યાસ
લોકડાઉનમાં નવસારીની 720 પ્રાથમિક શાળાઓ બંધ છે, જેના અંદાજે હજારો વિદ્યાર્થીઓને ઘરે રહીને ભણાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેમાં જિલ્લાના 3500 શિક્ષકો ગરીબ બાળકોને વિષયાનુસાર હાર્ડ કોપી તેમને ઘર બેઠા પહોંચાડીને અભ્યાસ કરાવી રહ્યા છે. શિક્ષકોએ પણ ગરીબ બાળકોને વિષય અનુરૂપ સાહિત્ય બનાવી તેને બાળકો સુધી પહોંચાડ્યુ છે. સાથે જ એક કે, બે દિવસના અંતરે બાળકોએ કેટલો અભ્યાસ કર્યો, એને આપેલા સાહિત્યમાંથી કેટલું આવડ્યુ એની ચકાસણી પણ કરી રહ્યા છે. નવસારીના ગણેશ સિસોદ્રા ગામની કુમાર શાળાના શિક્ષકો પણ ગામના ગરીબ બાળકોને હાર્ડ કોપી આપી તેમનો અભ્યાસ ચાલું રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મોદી સરકાર ડીજીટલ ભારતને પ્રોત્સાહન આપી રહી છે, જ્યાં ગામડાઓમાં ડીજીટલ ક્લાસો શરૂ કર્યા છે, ત્યાં આજે પણ ગામડાઓનો ગરીબ ટીવી કે, મોબાઈલ વગરનો છે. ત્યારે કોરોનાના કપરા કાળમાં નવસારીના શિક્ષકોની અનોખી પહેલ ગરીબ વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં મદદરૂપ થઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.