ETV Bharat / state

ચીખલી નજીકથી બારદાનની આડમાં રાજસ્થાન લઈ જવાતું સાગી લાકડુ પકડાયુ, બેની અટકાયત - Forest Department Navsari

નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો સાગી લાકડા (Teak wood) માટે જાણીતો છે. જ્યાંથી કીમતી સાગી લાકડાની તસ્કરી થતી રહે છે. ચીખલી વનવિભાગ દ્વારા બાતમીને આધારે ગત રાતે ચીખલી નજીકથી બારદાનની આડમાં છુપાવીને લઈ જવાતા અંદાજે 15 લાખ રૂપિયાના સાગી અને સીસમના લાકડાના ચોસલા સાથે ઝાલોદના બેની અટક કરી છે.

Latest news of Navsari
Latest news of Navsari
author img

By

Published : Oct 28, 2021, 12:17 PM IST

  • ચીખલી રેન્જે બાતમીને આધારે સાગ અને સીસમનું અંદાજે 1,100 ઘનમીટર લાકડુ પકડ્યુ
  • વન વિભાગે કુલ 15 લાખનું લાકડુ કબ્જે કરી, બેની કરી અટક
  • વાંસદાના ચાપલધરા ગામે કુલ 96 ચોસલા લાકડુ કર્યુ હતુ ભેગુ

નવસારી: જિલ્લાના આદિવાસી પટ્ટામાં મોટા પ્રમાણમાં કીમતી સાગી લાકડું (Teak wood) મળી રહે છે. ફર્નીચરમાં સાગી લાકડાનું ફર્નિચર ઉત્તમ મનાય છે. જેથી સાગની પ્રતિ ઘનમીટર કિંમત પણ વધુ હોય છે. ત્યારે કીમતી લાકડાની તસ્કરી પણ વાંસદા- ડાંગ સહિતના વિસ્તારોમાંથી થતી રહે છે. ગત રાતે ચીખલી રેન્જ વન વિભાગની ટીમ દ્વારા ચીખલી કોલેજ સર્કલથી વસુધારા ડેરી માર્ગ પરથી રાજસ્થાન જઇ રહેલી ટ્રકમાંથી 7.038 ઘનમીટરના સાગી લાકડાના 39 ચોસલા અને 4.457 ઘનમીટર સીસમના લાકડાના 57 ચોસલા ઝડપી પાડયા હતા.

ચીખલી નજીકથી બારદાનની આડમાં રાજસ્થાન લઈ જવાતું સાગી લાકડુ પકડાયુ

આ પણ વાંચો: ડાંગમાં સીસમના લાકડાંની ચોરી કરનારા શખ્સોને વન વિભાગની ટીમે ઝડપી પાડ્યા

વન વિભાગની કાર્યવાહીથી લાકડા તસ્કરોમાં ફફડાટ

સાગ (Teak wood) અને સીસમના કિંમતી લાકડાના ચોસલા બારદાન નીચે સંતાડેલા હતા. જેના વહન અંગેના કોઈ પણ પુરાવા ટ્રક ચાલક અને ઝાલોદ ખાતે રહેતા કમરૂદ્દીન ખાન હનીફ ખાન અને તાજ્જુબ ખાન ગોપે ખાન આપી ન શકતા, વિભાગે બન્નેની અટક કરી હતી. બન્ને આરોપીઓની પૂછપરછમાં સાઉથ અને સીસમના ચોસલા અલગ- અલગ સ્થળેથી લાવીને ચાપલધરા ખાતે ભાડે રાખવામાં આવેલી જગ્યામાં રાખવામાં આવ્યા હતા. જેને વાંસદાના મિસ્ત્રી નામના શખ્સે બનાવી આપ્યા હતા. જેને રાજસ્થાન લઈ જવાતા હતા. વન વિભાગે અંદાજે 15 લાખ રૂપિયાનું કુલ 1,100 ઘનમીટર કિંમતી લાકડુ, અંદાજે 9 લાખ રૂપિયાની ટ્રક કબ્જે કરી, મિસ્ત્રી નામના શખ્સને શોધવાના ચક્રો ગતિમાન કરી આગળની તપાસ હાથ ધરી છે.

વન વિભાગે કુલ 15 લાખનું લાકડુ કબ્જે કરી, બેની કરી અટક

આ પણ વાંચો: નાનાપોંઢા ફોરેસ્ટ વિભાગની ટીમે સીસમ અને સાગના કિંમતી લાકડાનો જથ્થો ઝડપી પાડયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.