ETV Bharat / state

કોરોનાને નાથવા કોરોના વેક્સિન વિતરણની વ્યવસ્થા ગોઠવાઇ

author img

By

Published : Dec 10, 2020, 1:19 PM IST

ભારત સરકારે કોરોનાને નાથવા, કોરોના વેક્સિન લાવવાની તડામાર તૈયારીઓ શરૂ કરી છે. નવસારી જિલ્લામાં પ્રથમ 10 હજાર આરોગ્ય કર્મીઓને વેક્સિન અપાશે.જેની સાથે જ જિલ્લામાં 55 કોલ્ડ સ્ટોરેજની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કોરોનાને નાથવા કોરોના વેક્સિન વિતરણની વ્યવસ્થા ગોઠવાઇ
કોરોનાને નાથવા કોરોના વેક્સિન વિતરણની વ્યવસ્થા ગોઠવાઇ

  • નવસારી જિલ્લા ટાસ્ક ફોર્સે કોરોના ફ્રન્ટ લાઇન વોરીયર્સની યાદી તૈયાર કરી
  • વેક્સિન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચાડવા ઇવીન નેટવર્કનો થશે ઉપયોગ
  • જિલ્લામાં અંદાજે 6 હજાર લીટર વેક્સિન રાખવાની ક્ષમતા

નવસારીઃ શિયાળો શરૂ થતા જ નવસારી સહિત રાજ્યમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે, ત્યારે ભારત સરકારે કોરોનાને નાથવા, કોરોના વેક્સિન લાવવાની તડામાર તૈયારીઓ શરૂ કરી છે. નવસારી જિલ્લામાં પ્રથમ 10 હજાર આરોગ્ય કર્મીઓને વેક્સિન અપાશે. જેની સાથે જ જિલ્લામાં 55 કોલ્ડ સ્ટોરેજ સાથે વેક્સિન વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પ્રથમ 10 હજાર આરોગ્ય કર્મીઓને કોરોના વેક્સિન

નવસારી સહિત રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે, જેની સાથે જ કોરોનાને નાથવા માટેના પ્રયાસો પણ સરકારે આરંભી દીધા છે. જેમાં કેન્દ્ર સરકારના માર્ગદર્શન અનુસાર નવસારી જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેની સાથે જ કોરોનાના દર્દીઓની સારવાર કરનારા ફ્રન્ટ લાઇન વોરીયર્સને પ્રથમ વેક્સિન આપવા માટેની તૈયારી પણ કરી છે. નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના 5 હજાર આરોગ્ય કર્મીઓ તેમજ 4500 ખાનગી આરોગ્ય કર્મીઓની યાદી બનાવવામાં આવી છે અને તેનો રીપોર્ટ પણ સરકારમાં મોકલ્યો છે. ફ્રન્ટ લાઇન વોરીયર્સ બાદ, પોલીસકર્મી, સરકારી અધિકારી-કર્મચારી સહિતના કોરોના કાળમાં આગળ રહીને કામ કરનારા લોકોને બીજા ચરણમાં સાંકળી લેવામાં આવ્યા છે સાથે જ વૃદ્ધો અને જેને વેક્સિનની વધુ જરૂર જણાય એવા દર્દીઓને પણ પ્રાથમિકતા રાખીને વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વેક્સિન સાચવવા 55 કોલ્ડ સ્ટોરેજ

કોરોના વાઇરસને નાથવા માટે સરકારી તંત્ર સજ્જ બનતા જ કોરોનાની વેક્સિન પ્રથમ કોને આપવા સાથે જ ઇલેક્ટ્રોનિક વેક્સિન ઈન્ટેલીજન્સ નેટવર્ક (ઇવીન) હેઠળ તેના વિતરણની આખી વ્યવસ્થા પણ ગોઠવાઇ છે. જેમાં જિલ્લા કક્ષાના વેક્સિન સ્ટોર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં અન્ય વેક્સિન સાચવવા માટે રખાયેલા આઇસ લાઇન્ડ રેફ્રીજરેટર અને કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ કરવામાં આવશે. જિલ્લામાં કુલ 55 કોલ્ડ સ્ટોરેજમાં કુલ 5,967 લીટરની ક્ષમતા છે. જેની સાથે જ જિલ્લામાં રૂટ અનુસાર નેટવર્ક પણ એક્ટિવ કરવામાં આવ્યુ છે.

  • જિલ્લા વેક્સિન સ્ટોર 976
  • નવસારીમાં તાલુકા સ્તરે કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા
તાલુકા વેક્સિન ક્ષમતા (લીટરમાં)
નવસારી1085
જલાલપોર931
ગણદેવી800
ચીખલી1096
ખેરગામ236
વાંસદા843
કુલ5967

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.