નવસારી: જિલ્લામાં નવેમ્બર મહિનામાં કુલ 33 કેસ નોંધાયા બાદ ડિસેમ્બરમાં કોરોના (Corona Update Navsari) ત્રણ ગણો વધીને 114 પર પહોંચ્યો હતો પરંતુ જાન્યુઆરીના 22 દિવસોમાં કોરોનાના 2,852 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં એક દિવસમાં 300 કે તેની નજીક કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી હતી પરંતુ ત્યારબાદ છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસ અડધા થયા છે અને 1,009 પોઝિટિવ દર્દીઓ મળ્યા છે.
ધન્વંતરી અને સંજીવની રથને કારણે કેસ ઘટ્યાં
જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો (Corona Cases Reduse) થવાનું કારણ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફેરવવામાં આવતા ધન્વંતરી અને સંજીવની રથને (Sanjivani chariot Navsari) ગણી શકાય. કારણ બન્ને રથોમાં (Dhanvantari chariot Navsari) કાર્યરત ડોક્ટર અને આરોગ્યકર્મીઓ ઘરે ઘરે ફરીને લોકોના આરોગ્યની પૂછપરછ કરવા સાથે જ તેમને વેક્સિન લેવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. સાથે જ આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથિક દવાઓ પણ આપી રહ્યા છે તેમજ કોવિડ ટેસ્ટ પણ કરતા હોવાથી ત્વરિત નિદાન શક્ય બને છે.
આ પણ વાંચો: રાજ્યમાં કોરોના કેસમાં થયો ઘટાડો 24 કલાકમાં 9,395 પોઝિટિવ કેસ નોંધાયા, 30 દર્દીએ કોરોના સામે હારી જંગ
બીજી લહેર કરતા ત્રીજી લહેરમાં OPD અડધી અને હોસ્પિટલાઇઝેશન નહીવત
બીજી લહેરમાં શહેરના ખાનગી ડોક્ટરોને ત્યાં OPD કોરોના લક્ષણો ધરાવતા દર્દીઓની ભીડ રહેતી અને હોસ્પિટલો પણ ભરેલી રહેતી હતી, જેની સરખામણીમાં ત્રીજી લહેરમાં OPD નહિવત અને હોસ્પિટલમાં બેડ પણ ખાલી જોવા મળે છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર હાલ કોરોનાના કેસ વધુ છે પરંતુ 90થી 95 ટકા લોકો ઘરે રહીને જ સાજા થઇ રહ્યા છે અને સાજા થવાનો રેશિયો પણ વધુ છે. જેથી લોકો કોરોના ગાઇડલાઇનનું ચુસ્તતાથી પાલન કરે, તો કોરોનાને હરાવી શકાશે.
આ પણ વાંચો: 24 કલાકમાં 2,34,281 નવા કેસ નોંધાયા, 893 લોકોના મોત
લોકોની સતર્કતા જ નવસારીને કોરોના મુક્ત બનાવી શકશે
જિલ્લામાં આરોગ્ય વિભાગની સતત થતી કામગીરી અને લોકોમાં આવેલી જાગરૂકતાને કારણે કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેથી કોરોનાને ગંભીરતાથી લઇ નવસારીવાસીઓ (Corona Cases Navsari) કોરોના ગાઇડલાઇનનું ચુસ્તતાથી પાલન કરે, તો નવસારી ફરી કોરોના મુક્ત બને એવી સંભાવના સેવાઇ રહી છે.