ETV Bharat / state

નવસારીમાં કિન્નર સમાજનો વિવાદ વકર્યો, 200 વર્ષની ગુરુશિષ્ય પરંપરા દર્શાવી મુસ્કાનકુંવરને સમર્થન - નવસારીમાં કિન્નર સમાજ

નવસારીમાં કિન્નર સમાજના નાયકની સત્તાને લઇને વિવાદ વકર્યો છે. આજે એટલે કે ગુરુવારે સુરતના હિજડાવાડના સમસ્ત પંચના આગેવાન કિન્નરો તેમના પરિવારો સાથે નવસારી પહોંચ્યા હતા અને વિજલપોર પોલીસ મથકે પહોંચી 200 વર્ષનો ગુરુ શિષ્ય પરંપરા બતાવી મુસ્કાનકુંવરને સમર્થન જાહેર કર્યું હતું. આ સાથે જ પુનમકુંવર પંચ સમક્ષ હાજર નહીં થવા પર અનશન તેમજ બારડોલી સુધી રેલી યોજવાની ચીમકી ઉચ્ચારી હતી.

ETV BHARAT
કિન્નર સમાજનો વિવાદ વકર્યો
author img

By

Published : Oct 15, 2020, 10:54 PM IST

નવસારી: નવસારીમાં કિન્નર સમાજના નાયકની સત્તાને લઇને વિવાદ વકર્યો છે. આજે એટલે કે ગુરુવારે સુરતના હિજડાવાડના સમસ્ત પંચના આગેવાન કિન્નરો તેમના પરિવારો સાથે નવસારી પહોંચ્યા હતા અને વિજલપોર પોલીસ મથકે પહોંચી 200 વર્ષની ગુરુ શિષ્ય પરંપરા બતાવી મુસ્કાનકુંવરને સમર્થન જાહેર કર્યું હતું. આ સાથે જ પુનમકુંવર પંચ સમક્ષ હાજર નહીં થવા પર અનશન તેમજ બારડોલી સુધી રેલી યોજવાની ચીમકી ઉચ્ચારી હતી.

નવસારી શહેરમાં વસતા મુસ્કાનકુંવર નુતનકુંવર અને તેમના પરિવારના ચેલાઓ ચારપુલ નજીકના તેમના અખાડામાં રહેતા હતા, પરંતુ તેમના પર સુરતના નાનપુરા સ્થિત હિજડાવાડના વડવાઓએ બારડોલીના પુનમકુંવરને નવસારીના નાયક તરીકે નિયુક્ત કરી નવસારી મોકલ્યા હતા, પરંતુ થોડા સમય બાદ પુનમકુંવર દ્વારા મુસ્કાનકુંવર અને તેમના ચેલાઓને હેરાન કરી દાફુ માંગવામાં પણ લાખોનો ટાર્ગેટ આપતા વિવાદ શરૂ થયો હતો. પુનમકુંવરની હેરાનગતિને લઇને નવસારીના કિન્નરોએ સુરત હિજડાવાડના કિન્નર સમસ્ત પંચમાં ફરિયાદ કરતા પંચ દ્વારા પુનમકુંવરને તેમના નાયક તરીકેના પદ પરથી દૂર કરી સમાજ બહાર કર્યા હતા.

ETV BHARAT
કિન્નર સમાજનો વિવાદ વકર્યો

જો કે, પુનમકુંવરે અખાડો ખાલી નહીં કરતા મુસ્કાનકુંવર અને તેમના ચેલાઓ વિજલપોર સ્થિત ધોળીકુઈ માતાજીના મંદિર પાસેના મઠમાં ચાલ્યા ગયા હતા. આ દરમિયાન કોરોના કાળને કારણે પુનમકુંવરે ડાફુ ચારપુલ ઓફિસે સ્વિકારવાની જાહેરાત કરતા વિવાદ વકર્યો છે. જેમાં ગત દિવસોમાં પુનમકુંવર દ્વારા મુસ્કાનકુંવર અને તેના ચેલાઓ પાછળ નકલી કિન્નરો મોકલતા મારામારી સુધી વાત પહોંચી હતી અને 2 નકલી કિન્નરોને વિજલપોર પોલીસને સોંપવામાં આવ્યા હતા. જો કે, ત્યારબાદ પુનમકુંવરે ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી કિન્નર આગેવાનોને વિજલપોર પોલીસ મથકે લાવી એ પોતે નવસારીના મુખિયા હોવાનું નિવેદન આપ્યુ હતું, ત્યારે ગુરુવારે મુસ્કાનકુંવરના ગુરૂ નુતનકુંવર સાથે સુરત હિજડાવાડના સમસ્ત પંચના આગેવાનો વિજલપોર પોલીસ મથકે પહોંચ્યા હતા. જેમણે 200 વર્ષની તેમની ગુરુશિષ્ય પરંપરા દર્શાવી મુસ્કાનકુંવરના સમર્થનમાં નિવેદનો આપ્યા હતા. આ સાથે જ પુનમકુંવરને પંચ સમક્ષ હાજર થવાનું ફરમાન કર્યુ હતું, જો એમ ન થાય તો અનશન પર બેસવા સાથે બારડોલી સુધી રેલી યોજી પુનમકુંવરને બારડોલી મોકલવા સુધીની ચેતવણી આપી હતી.

ETV BHARAT
કિન્નર સમાજનો વિવાદ વકર્યો

આ અંગે કિન્નર સમાજના નુતનબાએ જણાવ્યું કે, અમારા સમાજના 200 લોકો નવસારી પોલીસ મથકે આવ્યા હતા. અમારા સમાજનો એક જ નિર્ણય છે કે, પુનમ માસી તમે આપણા સમાજના કાયદા કાનૂન પ્રમાણે જ્યાં હતા ત્યાં આવી જાઓ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.