નવસારી: આદિવાસી બહુલ ચીખલી તાલુકાના 67 ગામોમાં હાલમાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણી (Election of Gram Panchayats) પૂર્ણ થઈ છે. ગામમાં વિકાસ કામો માટે ગ્રામ પંચાયતના સરપંચને 5 લાખ સુધીની છૂટ મળે છે. તેની ઉપર ચીખલી તાલુકા પંચાયતના ભાજપી શાસકો રોક લગાવવાની તૈયારી કરી રહ્યા છે.
ગામના વિકાસ કાર્યોની સત્તા છીનવાઈ જતા, સરપંચોને થશે અન્યાય
તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતોમાં પાંચ લાખ સુધીના કામો, જે સરપંચ કરી શકતા હતા, તેને હવે ટેન્ડર પ્રક્રિયાથી મંડળી કે એજન્સી પાસે કરાવવાનો વિચાર કરાયો છે. જેની જાણ થતાં જ ચીખલી તાલુકા કોંગ્રેસ (Chikhli Taluka Congress) દ્વારા આજે ચીખલી તાલુકા પંચાયત કચેરી સામે વિરોધ (Congress staged a protest front of the taluka panchayat office) નોંધાવવા કોંગી ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં ધરણા યોજ્યા હતા.
સરપંચોએ ચાર વર્ષ અગાઉ પણ ટેન્ડર પ્રક્રિયાની વાત ઉઠી હતી
સરપંચોએ ચાર વર્ષ અગાઉ પણ ટેન્ડર પ્રક્રિયાની વાત ઉઠી હતી, ત્યારે પક્ષા-પક્ષીથી દૂર રહી સરકારી પરિપત્ર અનુસાર સરપંચની 5 લાખ સુધીના કામ કરવાની સત્તા ચાલુ રાખવામાં આવી હતી અને ત્યારે કોંગ્રેસ શાસીત તાલુકા પંચાયત હતી. જેથી આ વખતે પણ સરપંચોનો હક્ક જળવાઈ રહે એવી માંગણી કરી છે.
ગામમાં સરપંચ વિકાસ કાર્ય ન કરાવી શકે તો એની જરૂર જ શું?
ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા 5 લાખ સુધીના કામો સરપંચોના હક્કની વાત ગણાવી રોષ સાથે વિરોધ દર્શાવ્યો હતો. ગામમાં સરપંચ વિકાસ કાર્ય ન કરાવી શકે તો એની જરૂર જ શું..? કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો હતો. આદિવાસી પટ્ટામાં 70 ટકાથી વધુ સરપંચો કોંગ્રેસ સાથે છે, ત્યારે આ પ્રકારે સરપંચોની સત્તા છીનવી તાલુકા પંચાયતના ભાજપી શાસકો સરપંચો સાથે અન્યાય કરી રહ્યા છે. સાથે જ ભાજપના સરપંચ અભિવાદન સમારોહ સામે પણ કોંગી ધારાસભ્યએ દબાણ પૂર્વક સરપંચોને બોલાવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા.
આ પણ વાંચો: ભાવનગર કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં અનોખી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
આ પણ વાંચો: VS હોસ્પિટલ આંદોલન પાર્ટ-2, વિવિધ આરોગ્ય સેવાઓ બંધ થતા કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ