ETV Bharat / state

નવસારી: ખેરગામ તાલુકા પંચાયતના કોંગી સભ્યએ સભ્યપદેથી રાજીનામું આપ્યું - Taluka Panchayat President

નવસારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ખેરગામમાં કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. ખેરગામ તાલુકા પંચાયતના વોર્ડ 1 બેઠકના કોંગી સભ્યએ તેમની અવગણના થતી હોવાના આક્ષેપો સાથે શનિવારે તાલુકા વિકાસ અધિકારીને પોતાના સભ્યપદેથી રાજીનામુ ધરી દીધુ હતુ. સાથે જ તેમણે કોંગ્રેસનો હાથ છોડી, બીટીએસની સાથે જોડાવવાની તૈયારી કરી છે.

Khergam taluka panchayat
ખેરગામ તાલુકા પંચાયતના કોંગી સભ્યે સભ્યપદેથી આપ્યુ રાજીનામુ
author img

By

Published : Sep 20, 2020, 3:01 PM IST

Updated : Sep 20, 2020, 3:29 PM IST

નવસારીઃ જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીની તૈયારી શરૂ થઇ ગઇ છે. જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓની તાલુકા પંચાયતો પર કોંગ્રેસે કબ્જો જમાવ્યો હતો. પરંતુ 5 વર્ષ વિતતા ચીખલી અને ખેરગામમાં કોંગ્રેસમાં ભંગાણ પાડવામાં વિરોધ પક્ષો સફળ રહ્યા છે.

Khergam taluka panchayat
ખેરગામ તાલુકા પંચાયતના કોંગી સભ્યએ સભ્યપદેથી રાજીનામું આપ્યું

ખેરગામ તાલુકા પંચાયતમાં 12 બેઠકો સાથે શાસન ધુરા સંભાળનારા કોંગ્રેસમાં જુથવાદ સપાટી પર આવતા, કોંગ્રેસી આગેવાનો કોંગ્રેસનો હાથ છોડી રહ્યાં છે. આજે શનિવારે ખેરગામ તાલુકા પંચાયતની વોર્ડ 1 બેઠક પરથી કોંગ્રેસી સભ્ય જીગ્નેશ પટેલે પોતાના સમર્થકો સાથે તાલુકા પંચાયત પર પહોંચી ખેરગામ તાલુકા વિકાસ અધિકારી અશ્વિન પટેલને પોતાના સભ્યપદેથી રાજીનામુ ધરી દીધુ હતુ.

જેમાં તેમણે જણાવ્યું છે કે, તાલુકા પંચાયતના પ્રમુખ વિકાસ કાર્યોમાં તેમને વિશ્વાસમાં લેતા નથી કે જાણ પણ કરતા નથી. સતત થતી અવગણનાને કારણે તેઓએ પોતાના સભ્યપદ પરથી રાજીનામુ આપ્યુ છે. આ સાથે જ જીગ્નેશે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખને પણ પક્ષ દ્વારા તેમની અવગણના કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિત અન્ય પદ પરથી રાજીનામુ આપ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, ખેરગામ કોંગ્રેસમાં છેલ્લા થોડા સમયથી જુથવાદ વધ્યો હોય એવી સ્થિતિ બની છે. ગત દિવસોમાં કોંગ્રેસી આગેવાન અને ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદ પટેલે પણ પંચાયત પ્રમુખ સામે આક્રોશ ઠાલવી પોતાના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારબાદ શનિવારે જીગ્નેશ પટેલનું રાજીનામું કોંગ્રેસ માટે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત ચુંટણી લોઢાના ચણા ચાવવા બરાબર રહેશે. કોંગ્રેસના આંતરિક કલહનો ફાયદો અન્ય રાજકિય પક્ષો લેવાનું ચુક્યા નથી. જેમાં પણ આદિવાસીઓનું સંગઠન હોવાની વાત સાથે બીટીએસ પોતાની જમીન મજબુત બનાવી રહ્યું છે.

Last Updated : Sep 20, 2020, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.