ETV Bharat / state

Dog Bite Cases: નવસારી શહેરમાં રખડતા શ્વાને બાળક પર હુમલો કર્યો, - શ્વાનનો આતંક

નવસારી શહેરમાં રખડતા શ્વાને બાળક ગંભીર રીતે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. બાળક પોતાનો બોલ લેવા જતા અચાનક શ્વાને બાળક પર એટેક કર્યો હતો.જેના કારણે એ બાળકને ગળાના ભાગે ગંભીર ઈજા થઇ હતી. જે બાદ તાત્કાલિક બાળકને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Dog Bite Cases: નવસારી શહેરમાં રખડતા શ્વાને બાળક પર ગંભીર રીતે હુમલો કર્યો

author img

By

Published : Apr 5, 2023, 11:53 AM IST

Dog Bite Cases: નવસારી શહેરમાં રખડતા શ્વાને બાળક પર ગંભીર રીતે હુમલો કર્યો

નવસારી: આજ દિન સુધી લોકોને સિંહથી ડર લાગતો હતો. પરંતુ હવે તો સિંહનો પડછાયો એટલે રખડતા શ્વાનથી ડર લાગી રહ્યો છે. જેના કારણે હવે ગામડાના લોકોએ સિંહથી અન શહેરના લોકોને શ્વાનથી ડર જોવા મળી રહ્યો છે. વાંચીને થોડું હાસ્યસ્પદ તો લાગ્યું હશે. પરંતુ આ આજના સમયની હકીકત છે. ફરી વાર રખડતા શ્વાનએ નવસારીમાં એક બાળકનો શિકારને બનાવ્યો છે. બાળક પર એટેક કરતા બાળકને ઈજા થઇ હોવાનું સામે આવ્યું છે.

હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો: શહેરમાં રખડતા શ્વાનનો આતંક ફરીવાર સામે આવ્યો છે. શહેરમાં આવેલા ગોવિંદ નગર વિસ્તારના સંગાથ એપાર્ટમેન્ટના ગાર્ડનમાં રમતા બાળકનો બોલ રખડતા શ્વાનએ હુમલો કર્યો હતો. બાળક પોતાનો બોલ લેવા જતા અચાનક શ્વાને બાળક પર એટેક કરતા બાળકને ગળાના ભાગે ગંભીર ઈજા થઇ હતી. જે બાદ તાત્કાલિક બાળકને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો Navsari News: નવસારી વિજલપુર નગરપાલિકાનું 577.77 કરોડનું બજેટ સર્વાનુમતે થયું મંજુર

હુમલાની ગંભીરતા: આ બાળક બોલ વડે પોતાની રમત રમતો હતો. તે દરમિયાન તેનો બોલ રમતા રમતા રખડતા શ્વાન પાસે પહોંચી ગયો હતો. તેથી આ બાળક પોતાનો બોલ લેવા માટે આ શ્વાન પાસે જતા અચાનક જ આ શ્વાને બાળકના ગળાના ભાગે ગંભીર રીતે હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલાથી બાળક ગભરાઈ ગયો હતું. તેથી બૂમાબૂમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા. બાળકને શ્વાનથી બચાવી લીધું હતું. આ હુમલાની ગંભીરતાને જોઈને તાત્કાલિક આ બાળકને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર હાલ ચાલુ છે.

આ પણ વાંચો Navsari News : કથાનું રસપાન કરીને ચા-ભજીયાનો આનંદ લેતા સંઘવી

શ્વાનનો આતંક: હાલ સમગ્ર ગુજરાતના દરેક શહેરોમાં રખડતા શ્વાનનો આતંક દિવસ અને દિવસે વધી રહ્યો છે. આ શ્વાનો ના આતંકનો ભોગ ખાસ કરીને મહિલાઓ અને બાળકો વધુ બની રહ્યા છે. જેથી દિવસ અને દિવસે આ સમસ્યા વકરતી જાય છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના જાહેર માર્ગો પર વાહન લઇ પસાર થતાં લોકો પર શ્વાન દ્વારા હુમલાઓની ઘટના પણ સામે આવી છે. તો બીજી તરફ રહેણાંક વિસ્તારની સોસાયટીઓમાં મહિલા અને બાળકો પણ શ્વાનોના ભોગ બનતા હોય છે. આવી જ એક ઘટના નવસારીમાં પણ બનવા પામી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.