નવસારી: બીલીમોરા શહેરના ધોલાઈ બંદર ખાતે નવી નકોર કાર એકાએક બંદર પરથી નદીમાં ખાપકી બીલીમોરા ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટનાઓ સ્તરે પહોંચી કારમાં બેસેલા ત્રણ લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.
બંદર કિનારે ફરવા: બીલીમોરા શહેરની બાજુમાં અંબિકા નદીના કિનારે આવેલું બંદર જ્યાં લોકો સાંજના પોતાના નવરાશના સમયે પોતાના ફેમિલી સાથે અવારનવાર આ બંદર પર ફરવા ફરવા માટે જતા હોય છે. કારણકે નદીની કિનારે આવેલા આ બંદર પર ગરમીથી રાહત મળતા લોકો મોટી સંખ્યામાં સાંજના સમયે પોતાના વાહનો વિહિકલો લઈ આ જગ્યાએ રેગ્યુલર જતા હોય છે. ત્યારે બીલીમોરા નજીક આવેલા ગોયંદી ભાથલા ગામના ત્રણ યુવાનો ચાર દિવસ પહેલા જ પોતાની નવી લીધેલી hyundai verna કાર લઈને બીલીમોરાના બંદર કિનારે ફરવા માટે આવ્યા હતા.
"અંદાજિત રાત્રિના દસ વાગ્યે આ યુવાનો અહીં ફરવા માટે આવ્યા હતા પરંતુ કોઈ કારણોસર તેઓની કાર ઝડપીથી નીચે થાકી ગઈ હતી પરંતુ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગના કર્મચારીઓને જાણ કરતા ફાયર વિભાગે તાત્કાલિક ત્રણેય યુવકોને બચાવી લેવામાં આવ્યા છે" --મલંગ કોલીયા (આગેવાન )
સીધી નીચે નદીના તટમાં ખાબકી: આ દરમિયાન કોઈ કારણોસર તેઓની નવી નકોર કાર બંદર પરથી સીધી નીચે નદીના તટમાં ખાબકી હતી. સદનસીબે નદીના તટમાં કાદવ જ હોવાથી આકાર ત્યાં કાદવમાં ખૂબી ગઈ હતી. ઘટનાને લઈને સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા અને બીલીમોરા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ પણ ઘટના સાથે તાત્કાલિક પહોંચતા બચાવ કામગીરી આરંભી હતી. જેમાં ત્રણ યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા તેઓને નાની મોટી ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જેટી પરથી ઘણું નુકસાન થયું હતું જેને ક્રેન વડે બહાર કાઢવામાં આવી હતી.