- નગરપાલિકામાં કોંગ્રેસને ફક્ત એક બેઠક આવી
- શહેરના કોંગ્રેસી ગઢ ગણાતા વોર્ડ સીમાંકનમાં અટવાયા
- નવસારી-વિજલપોર નગરપાલિકાના ઇતિહાસમાં ભાજપને મળી સૌથી વધુ બેઠકો
નવસારી : સ્થાનિક સ્વરાજની ચુંટણીના પરિણામો આવતા જ ભાજપીઓમાં ખુશી જોવા મળી રહી છે. નવસારી-વિજલપોર નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે શહેરની અગ્રવાલ કોલેજમાં સવારે 9ના ટકોરે ઇવીએમ મશીન ખુલતાં જ ઉમેદવારોમાં કોણ જીતશે એની ગડમથલ શરૂ થઈ હતી. પરંતુ સમય પસાર થતાં જ એક પછી એક ભાજપની પેનલ જીતતાં કોંગ્રેસીઓના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. જોકે વોર્ડ 4 માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર તેજલ રાઠોડે મજબૂતીથી પોતાની જીત નોંધાવી હતી. શહેરના વોર્ડ નં. 4 અને 6 ની લોકોની અને રાજકીય વિશ્લેષકોની ગણતરી પણ ખોટી પડી છે. કોંગ્રેસના મજબૂત વોર્ડમાં ભાજપે કોંગ્રેસનો સફાયો કર્યો હતો.
નવસારી-વિજલપોર નગરપાલિકામાં ભાજપ આગળ - ભાજપ
સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે, ત્યારે નવસારી વિજલપોર નગરપાલિકામાં પણ મતદારોની પસંદ કરી તરફ છે તે સ્પષ્ટ થતાં પરિણામ જોવા મળી રહ્યાં છે. નવસારી વિજલપોર નગરપાલિકમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળી રહી છે. જેને પગલે નવસારી ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોમાં ખુશીની લહેર ફરી વળી છે. નોંધનીય છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો ગઢ એવો આ વિસ્તાર છે.
નવસારી-વિજલપોર નગરપાલિકામાં ભાજપ આગળ