નવસારી : ગઈકાલે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રથયાત્રાને લઈને પોલીસ વિભાગે સલામતી માટે આખરી ઓપ આપી દીધો છે, ત્યારે સુરત રેન્જ આઈ.જી પિયુષ પટેલે નવસારી જિલ્લાના બીલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારની મુલાકાત લીધી હતી. બીલીમોરા ખાતે અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મુલાકાત લીધી હતી. તે ઉપરાંત આ મુલાકાતમાં બીલીમોરા શહેરમાં જે વિસ્તારમાંથી રથયાત્રા નીકળવાની છે એ વિસ્તારના રૂટનું સમગ્ર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
રથયાત્રાને લઇને નવસારી પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં એક Dysp, 3 પીઆઇ, 3 પીએસઆઇ, પોલીસ કોન્સ્ટેબલ 54 હોમગાર્ડ 80 જી.આર.ડી જવાનો, 16 ટીઆરબી જવાનો 11 રથયાત્રામાં ફરજ બજાવશે - વી.એન. પટેલ (Dysp નવસારી)
પોલીસનો ચાપતો બંદોબસ્ત : ઉલ્લેખનીય છે કે, અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન સમગ્ર ગુજરાતમાં રંગે ચંગે કરવામાં આવે છે, ત્યારે રથયાત્રા દરમિયાન કોઈપણ અનિષ્ટનીય ઘટના ન બને તે હેતુસર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે, ત્યારે આવતીકાલે નવસારી જિલ્લામાં યોજાવનાર રથયાત્રાને લઈને રેન્જ આઈ.જી. પિયુષ પટેલ દ્વારા બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે મુલાકાત લઈને શહેરમાંથી જે રૂટ પરથી રથયાત્રા પસાર થવાની છે. તેનું સમગ્ર નિરીક્ષણ કર્યું હતું. તેમજ બીલીમોરાના આગેવાનો, આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો સાથે મહત્વપૂર્ણ મિટિંગ કરી હતી. કાયદો વ્યવસ્થા જળવાઈ અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય તેવું માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ રથયાત્રામાં જોડાનાથ શહેરીજનો પણ પોલીસને સહકાર આપે તેવી અપીલ કરી હતી.
- Ahmedabad Rath Yatra 2023 : અમદાવાદ જગન્નાથ મંદિરે પહોંચ્યો કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો રથ
- Ahmedabad Rathyatra 2023: CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની મહાઆરતી ઉતારી, ત્રણેય રથનું મંદિર પરિસરમાં પૂજન કરાયું
- Ahmedabad Rathyatra 2023: પ્રથમવાર 3D મેપિંગ દ્વારા રથયાત્રા પર રખાશે બાજ નજર, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ