ETV Bharat / state

Navsari News: હવે નહીં બગડે કેરીનો પાક, ખેડૂતોએ લગાવ્યું સુરક્ષા કવચ - cheeku crops at navsari

ક્લાઈમેટ ચેન્જ થવાના કારણે પાકને કેરી અને ચીકુના પાકને નુકસાન થઇ રહ્યું છે. જેના કારણે નવસારીના ખેડૂતે ક્લાઈમેટ ચેન્જ અને ફળમાખીના ઉપદ્રવ સામે રક્ષણ આપતું સુરક્ષા કવચ બનાવ્યું છે. ખેડૂતને કેરીના ઉત્પાદનમાં ફાયદો થઇ રહ્યો છે. આવનારા સમયમાં કવચની ખાસ જરૂર પડશે. કારણ કે વાતાવરણમાં કોઇ પ્રકારનો મેળ રહ્યો નથી.

ક્લાઈમેટ ચેન્જ અને ફળ માખીનો ઉપદ્રવ સામે રક્ષણ આપતું સુરક્ષા કવચ

author img

By

Published : Apr 24, 2023, 4:31 PM IST

Updated : Apr 24, 2023, 6:38 PM IST

ક્લાઈમેટ ચેન્જ અને ફળ માખીનો ઉપદ્રવ સામે રક્ષણ આપતું સુરક્ષા કવચ

નવસારી: વાતાવરણ બદલાતાની સાથે દરેક પાકને નુકશાન થઇ રહ્યું છે. જેને લઇને ખેડૂતોને આ વર્ષના મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ગુજરાતમાં આવેલો નવસારી જીલ્લો બાગાયતી પાકોનો વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. અહીં કેરી અને ચીકુના પાકો વિપુલ પ્રમાણમાં લેવામાં આવે છે. પરંતુ ક્લાઈમેટ ચેન્જ અને ફળમાખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને મોટી નુક્સાની થઇ છે. કેરી પકવતા ખેડૂતો માટે તો ક્લાઈમેટ ચેન્જ અને ફળ માખીને કારણે એની સીધી અસર કેરી પર પડે છે. તેથી કેરીના રક્ષણ અને સારા ઉત્પાદન માટે ખેડૂતોએ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના માધ્યમથી કેરીને રક્ષણ આપતું સુરક્ષા કવચ અપનાવ્યું છે.

ગુણવત્તામાં ફેરફાર: કૃષિ વૈજ્ઞાનિકોનો માથાનો દુખાવો બનેલ ફળમાખી જે ફળો પર બેસીને ફળોનો નાશ કરવા છેલ્લા કેટલાક વર્ષોથી ઉપદ્રવી બની હતી. ફળમાખી હવેથી કેરીના બગીચામાં ફરશે ખરી પરંતુ કેરીને નુકસાન કરી શકશે નહિ. કારણે કે કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને પેપર બેગ માટે તાલીમબદ્ધ કર્યા છે. પેપરબેગ એ ચમત્કારિક ફાયદાઓ આપી ને અભેદ સુરક્ષા પહોંચાડી રહ્યા છે.

આ પણ વાંચો Navsari News: કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગના પ્રધાન નવસારીના ધોળાઈ બંદરની મુલાકાતે

ચીકુના બંને પાકો: ચિંતનભાઈ દેસાઈ પોતાની વાડીમાં અંદાજિત 1250 આંબાઓ પર લાગેલી 22,000 જેટલી અલગ અલગ જાતની કેરીઓ પર સુરક્ષા કવચ રૂપ બેગિગ સિસ્ટમ કરી ફળ માખી અને ક્લાઈમેટ ચેન્જનું રક્ષણ કરી રહ્યા છે. કેરીના રક્ષણની સાથે પોતાની વાડીમાં સારી ગુણવત્તા વાળો એક્સપોર્ટ કોલેટીના મબલખ માલનું ઉત્પાદન કર્યું છે. ચિંતનભાઈ નાયક જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં કેરી અને ચીકુના બંને પાકો લેવામાં આવે છે.

કેરી પર ઈંડા: ચીકુમાં બેસતી ફળ માખી કેરીની સીઝન આવતા જ કેરી પર બેસવાની શરૂઆત કરે છે. કેરી પર તેના ઈંડા મૂકે છે. જેનાથી જીવાત પડવાની શરૂઆત થાય છે. જ્યારે કેરી પરિપક્વ થાય ત્યારે એ જીવાત ના કારણે ફળમાં સડો લાગી જાય છે. જેથી મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. તો બીજી તરફ ક્લાઈમેટ ચેન્જથી કેરી ને વ્યાપક નુકસાન થતું હોય છે તે પણ અટકે છે. જ્યારે એપ્રિલ મહિના બાદ ગરમીનું પ્રમાણ વધતું હોય છે.

આ પણ વાંચો Navsari Crime : નવસારી એસઓજીની ટીમના દરોડામાં પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો પકડાયો, ઓક્સિટોસિન વેચનારની ધરપકડ

કાળા ડાઘા: તાપમાન 35 ડિગ્રી ઉપર જતા કેરી ઉપર તડકો પડવાથી કાળા ડાઘા પડે છે સાથે કેરીનું ખરણ પણ થાય છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષોથી માવઠા અથવા ઝાકળ પડવાથી કેરીને વ્યાપક નુકસાન થતું હોય છે. કારણ કે મધિયો નામની જીવાત અને કાળી ફૂગ આંબાના પાન પર પડેલી હોય છે. જે વરસાદ અથવા તો ઝાકળ પડવાથી તે સીધું પાણી મારફતે કેરી પર પડે જેથી એ જીવાત ફળમાં પ્રવેશ કરી ફળને નુકસાન કરે છે. જેથી કેરી ની ગુણવત્તા જળવાતી નથી. ખેડૂતોને કેરીનો ભાવ માર્કેટમાં ઓછો મળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. ચિંતનભાઈ દેસાઈ જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના માધ્યમથી આ બેગિંગ સિસ્ટમની પદ્ધતિ અપનાવી પાક રક્ષણની સાથે માલની આવકમાં મને 40% નો વધારો થયો છે.

Last Updated : Apr 24, 2023, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.