- નવસારીમાં આજે વધુ 129 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા
- જિલ્લામાં આજે 82 લોકોએ કોરોનાને હરાવ્યો
- આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ એક મૃત્યું નોંધાયું
નવસારી : નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસોથી કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી હતી. જેને શનિવારે બ્રેક લાગી છે. જિલ્લામાં 82 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે તેની સામે જિલ્લામાં શનિવારે વધુ 129 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેની સાથે આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ એક મૃત્યું નોંધાયું હતુ.
જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 4445 દર્દીઓ થયા સાજા
જિલ્લામાં દિવસે દિવસે કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં શનિવારે વધુ 129 લોકો કોરોના સંક્રમિત થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા, જ્યારે જિલ્લામાં શનિવારે 82 દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. જેની સાથે જિલ્લામાં 1219 એક્ટિવ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે શનિવારે જલાલપોરના 80 વર્ષીય વૃદ્ધનું કોરોનાને કારણે મૃત્યું નોંધાયુ હતુ.
આ પણ વાંચો : નવસારીમાં આજે 150 લોકોએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા
નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં 5808 લોકો કોરોના પોઝિટીવ થયા
નવસારી જિલ્લામાં દિવસે દિવસે વધી રહેલો કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. દોઢ મહિનામાં કોરોના કેસોમાં ધરખમ વધારો થતા, આજ દિન સુધીમાં નવસારીમાં કુલ 5808 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સામે જિલ્લામાં 4445 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે અત્યાર સુધીમાં 144 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યું નોંધાયા છે.