મુંબઈ: કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 230.02 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 80,234.08 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 82.20 પોઈન્ટ તથા 0.34 ટકાના વધારા સાથે 24,276.70 પર બંધ થયો હતો.
આજના ટ્રેડિગ દરમિયાન અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટસ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, ટ્રેન્ટ અને NTPC ટોપ ગેનર્સની યાદીમાં સામેલ છે જ્યારે અપોલો હોસ્પિટલ, ટાઈટેન, વીપ્રો, શ્રી રામ ફાઈનાન્સ અને હિન્દાલ્કો ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ છે.
- નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 0.6 ટકા અને નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ 1.3 ટકા વધ્યા છે.
- આઇટી, ફાર્મા, રિયલ્ટી અને હેલ્થકેર સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે ઓટો, બેન્ક, એનર્જી, એફએમસીજી, મેટલ અને મીડિયાના શેરોમાં ખરીદી જોવા મળી હતી.
ઓપનિંગ માર્કેટ: કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર મામૂલી ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 85 પોઈન્ટના ઘટાડા સાથે 79,918.26 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.08 ટકાના ઘટાડા સાથે 24,174.05 પર ખુલ્યો.
આ પણ વાંચો: