સુરત: જિલ્લાના પાંડેસરા પોલીસે 9 વાહનચોરોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 15 બાઈક અને મોપેડ કબજે કર્યા છે. પકડાયેલા આરોપીઓમાં 2 બાળકિશોર આ વાહનચોરીમાં સંડોવાયેલા હતા.
પોલીસે 15 મોટરસાયકલ કબ્જે કર્યા: આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં વાહન ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પાંડેસરા પોલીસે સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાવેલા વાહન ચોરીના 11 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલા 9 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં 2 કિશોર છે. પોલીસે આરોપીઓ પાસેથી 15 મોટરસાયકલ અને મોપેડ કબજે કરી છે.
ઝડપાયેલ 9 આરોપીઓમાંથી 2 કિશોર: પાંડેસરા પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે અને 2 આરોપીઓ બાળ કિશોર છે. પોલીસે શ્રવણ ઉર્ફે સોનુ રાજેશ મૌર્ય, સતિષ હળપતિ, કિશન પ્રજાપતિ, ભરત પટેલ, કિશોર પરમાર, શૈલેન્દ્રસિંહ ઉર્ફે ટીંકુ વિરેન્દ્રસિંહ રાજપૂત અને કિરણ જુલાલ પારધીની ધરપકડ કરી છે.
અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી કેસ ઉકેલાયા: આરોપીઓ પકડાઈ જતા પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલ 6, ઉધના પોલીસ મથકમાં નોંધાયેલ 2, અલથાણ, સરથાણા પોલીસે મથકમાં નોંધાયેલ 1 - 1 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ સાથે મહારાષ્ટ્રના મુંબઈ શહેરના ધારાવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે 15 બાઈક અને મોપેડ કબજે લીધી છે.
આ પણ વાંચો: