ETV Bharat / state

નવસારીના યુવકે આર્થિક સંકડામણના કારણે પૂર્ણા નદીમાં કૂદી આપઘાત કર્યો

કોરોના કાળમાં અર્થતંત્ર ખોરવાતા ઘણા લોકોએ નોકરી ગુમાવી છે. નવસારીના પણ એક યુવકે નોકરી ગુમાવતા તે બેકાર બન્યો ને આખરે કંટાળીને આપઘાત કરી લીધો હતો. નવસારીનો આ યુવક દુબઈમાં નોકરી કરતો હતો. કોરોના કાળમાં તેની પણ નોકરી જતી રહી હતી. યુવકે સુરતની કંપનીઓમાં પણ નોકરીની શોધ કરી હતી. છતા યોગ્ય કામ ન મળતા બેકારીથી કંટાળીને યુવકે રવિવારે સાંજે વેરાવળ સ્થિત પૂર્ણા નદીના પૂલ પરથી મોતની છલાંગ મારી આપઘાત કરી લીધો હતો.

નવસારીના યુવકે આર્થિક સંકડામણના કારણે પૂર્ણા નદીમાં કૂદી આપઘાત કર્યો
નવસારીના યુવકે આર્થિક સંકડામણના કારણે પૂર્ણા નદીમાં કૂદી આપઘાત કર્યો
author img

By

Published : Dec 29, 2020, 11:06 AM IST

  • નવસારીના યુવકને નોકરી ન મળતા આર્થિક સંકડામણના કારણે કર્યો આપઘાત
  • યુવક દુબઈમાં એક કંપનીમાં કરતો હતો નોકરી, કોરોનાને કારણે નોકરી ગુમાવી
  • સુરતની અનેક કંપનીઓમાં નોકરીની શોધ કરી પણ ક્યાંય નોકરી ન મળી

નવસારીઃ કોરોના વાઇરસે સમગ્ર વિશ્વના અર્થતંત્રને હલાવી દીધું છે. આના કારણે અનેક લોકોએ નોકરી ગુમાવી હતી. વિદેશમાં કામ કરતા અનેક ભારતીયોએ પણ નોકરી ગુમાવતા તેઓ દેશ પરત ફર્યા હતા. આવી જ રીતે નવસારીનો એક યુવક પણ દુબઈમાં નોકરી કરતો હતો અને કોરોનાના કારણે તેણે પણ નોકરી ગુમાવી હતી.

બેકારીથી કંટાળેલા યુવકે નદીમાં કૂદી આપઘાત કર્યો

આ અંગેની વિગત એવી છે કે, નવસારીના છાપરા રોડ સ્થિત પંચવટી સોસાયટીમાં રહેતા શનિ બિપીનભાઈ પરમાર (26) દુબઈમાં નોકરી કરતો હતો. કોરોના કાળમાં તેણે પણ નોકરી ગુમાવી એટલે સ્વદેશ પરત ફર્યો હતો. નવસારી આવ્યા બાદ શનિ નોકરીની શોધમાં હતો. સુરતની સચીન જીઆઈડીસીમાં આવેલી કંપનીઓમાં કામ શોધ્યું પણ ક્યારેક કામ મળતું, તો ક્યારેક નહીં. માતાના અવસાન બાદ શનિ અને તેના પિતા બિપીનભાઈ બે એકબીજાના આધાર બન્યા હતા, પરંતુ નોકરી ન મળતા શનિ આર્થિક સંકડામણને કારણે નાસીપાસ થયો હતો. તે દરમિયાન બેકારીથી કંટાળેલા શનિએ રવિવારે સાંજે ઘરેથી નીકળી વિરાવળ સ્થિત પૂર્ણા નદીના પુલે પહોંચી નદીમાં મોતની છલાંગ મારી હતી.

પિતાએ એકનો એક સહારો ગુમાવ્યો

નજીકમાં રહેતા લોકોએ તાત્કાલિક તેને બચાવવાનો પ્રયાસ કરવા સાથે જ નવસારી ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી શનિની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ ફાયરના જવાનોને શનિનો મૃતદેહ હાથ લાગ્યો હતો. શનિના અંતિમ પગલાથી પિતાએ એકનો એક આધાર ખોયો છે. સમગ્ર મુદ્દે ગ્રામ્ય પોલીસે બિપીનભાઈની ફરિયાદના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.