- બીલીમોરા વિસ્તારમાં પ્રથમ મોલ ખુલતા લોકોની ભીડ ઉમટી પડી
- મોલમાં ખરીદી કરવા આવેલા લોકો વચ્ચે જણાયો હતો સોશિયલ ડીસ્ટન્સનો અભાવ
- કોરોના ગાઇડલાઇનનું પાલન નહીં કરતા બીલીમોરા પોલીસે કરી કાર્યવાહી
આ પણ વાંચો : ભરૂચની આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં ઈન્ટરવ્યૂ માટે આવેલા 500 ઉમેદવારો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા
નવસારી: જિલ્લાનાં આંતલિયા ગામે શરૂ થયેલા ડી-માર્ટ મોલમાં કોરોના કાળમાં ઉમટી પડેલી ભીડ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા ઘટના સ્થળે પહોંચેલી બીલીમોરા પોલીસે કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ મોલના મેનેજર સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : ભાજપની સેન્સમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
સોશિયલ ડિસ્ટન્સના અભાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
બીલીમોરા શહેર નજીક આવેલા આંતલિયા ગામ પાસે હાલમાં જ ડી- માર્ટ મોલ શરૂ થયો છે. બીલીમોરા અને ચીખલી વચ્ચે પ્રથમ મોટો મોલ ખુલતા બીલીમોરા શહેર અને આસપાસના લોકો ડી-માર્ટ મોલ પર ખરીદી માટે ઉમટી પડ્યાં હતા. મોલ પર લોકોની ભીડ થતા, કોરોના ગાઇડલાઇનનું મોલ સંચાલક પાલન કરાવી શક્યાં ન હતા. મોલમાં પ્રવેશ માટે મોટી લાઇન લાગી હતી અને એકબીજા વચ્ચે અંતર પણ ન હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બીલીમોરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે કોરોના ગાઇડલાઇનનો ભંગ થતો હોવાથી મોલ મેનેજર અને આંતલિયાના વાત્સલ્ય બંગલોમાં રહેતા અશ્વિન સોલંકી સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા સાથે જ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેનો જામીન પર છુટકારો થયો હતો. ઉલ્લેખનિય છે કે આ અંગે ETVએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે કંઈપણ બોલવાથી ઇન્કાર કરી દીધો હતો.