ETV Bharat / state

બીલીમોરામાં બંધ ઘરમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ - બંધ ઘરમાં આગ

નવસારીના બીલીમોરામાં એક બંધ ઘરમાં આઘ લાગી હતી. પાડોશીએ ફાયર ફાઈટરને જાણ કરતાં ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Fire
Fire
author img

By

Published : Dec 19, 2020, 8:39 AM IST

  • ત્રણ ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી દોઢ કલાકે આગ પર કાબુ મેળવ્યો
  • શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હોવાનું અનુમાન
  • પરિવારની આંખોની સામે જ લાખોની ઘરવખરી બળીને થઇ રાખ

    નવસારી: બીલીમોરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બદલ ફળિયા (ખાટકીવાડ) માં શુક્રવારે બપોરે ટંડેલ પરિવારના બંધ ઘરમાં અચાનક આગ લાગી હતી. ઘરમાંથી આગના ધુમાડા ઉઠતા પાડોશીઓ ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને બીલીમોરા ફાયરને જાણ કરતા ત્રણ ફાઈટરો સાથે લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લશ્કરોએ આગ પર સતત પાણીનો મારો ચલાવી દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે પરિવારની સામે જ લાખોની ઘરવખરી બળીને રાખ થઇ હતી. જયારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લાગાવાયુ હતુ.
    ં
    આગ પર મેળવાયો કાબૂ

વિકરાળ બનેલી આગ દોઢ કલાકે કાબુમાં આવી

મણીબેન શાંતિલાલ ટંડેલના ઘરમાંથી અચાનક આગના ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યુ હતુ. જેથી ગભરાયેલા પડોશીઓ ઘરની બહાર નીકળી આવ્યા હતા અને તાત્કાલિક બીલીમોરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ બીલીમોરા ફાયરના લાશ્કરો ત્રણ ફાઈટરો સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન આગે રોદ્ર રૂપ ધારણ કરતા છતના પતરા પણ તુટી ગયા હતા. જેથી એકને અડીને બીજુ એમ ઘર ધરાવતા વિસ્તારમાં આગ પર કાબુ મેળવવા માટે લાશ્કરોએ તરત જ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા પણ ઘટના સ્થળે ભેગા થયા હતા. જયારે બીલીમોરા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

Etv Bharat
બંધ ઘરમાં લાગી હતી આગ

આગમાં સોના-ચાંદીના દાગીના, રોકડ સહિતનો સમાન બળીને રાખ

આગને ઓલવવા માટે લાશ્કરોએ સતત પાણીનો મારો ચલાવ્યો હતો. સાથે જ ઘરનો દરવાજો ખોલી એમાંથી સામાન પણ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં જીવના જોખમે લાશ્કરોએ આગમાંથી બે ગેસ સીલીન્ડરોને બહાર કાઢ્યા હતા. લાશ્કરોએ સતત દોઢ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગમાં ટીવી, ફ્રીઝ, કબાટ, ફર્નીચર, ગાદલા, અનાજ સહિતની ઘરવખરી અને રાચરચીલું તેમજ મોબાઈલ ફોન, રોકડ, જરૂરી દસ્તાવેજો સહિત સોના-ચાંદીના દાગીના સહિત લાખોનો સામાન પરિવારના સભ્યોની સામે બળીને રાખ થયા હતા. જયારે આગને કારણે પાડોશી અનસુયાબેન ટંડેલના ઘરને પણ આંશિક નુકસાન થયું હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.