ETV Bharat / state

ખેતરમાં કામ કરતા ખેડૂતનું ટ્રેક્ટર નીચે કચડાઇ જતા મોત - ચીખલી પોલીસ

ચીખલીના બામણવેલ ગામે ખેતરના શેઢા પર પાર્ક કરેલું ટ્રેક્ટર અચાનક સરક્યુ અને ખેતરમાં કામ કરી રહેલા વૃદ્ધ ખેડૂત પરથી ચાલી જતા, ટ્રેક્ટર નીચે કચડાઇ જતા ખેડૂતનુ કરૂણ મોત નીપજ્યુ હતુ.

ખેતરમાં કામ કરતા ખેડૂતનું ટ્રેક્ટર નીચે કચડાઇ જતા મોત

author img

By

Published : Dec 31, 2020, 12:22 PM IST

  • ખેતરના શેઢા પર પાર્ક કરેલું ટ્રેક્ટર વૃદ્ધ ખેડૂત પર સરકતા ખેડૂતનું મોત
  • મજુરો ખેતરે પરત આવ્યા ત્યારે તેમને ઘટનાની જાણ થઇ
  • ઘટનાની જાણ થતા ચીખલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો

નવસારી : ચીખલીના બામણવેલ ગામે ખેતરના શેઢા પર પાર્ક કરેલું ટ્રેક્ટર અચાનક સરક્યુ અને ખેતરમાં કામ કરી રહેલા વૃદ્ધ ખેડૂત પરથી ચાલી જતા, ટ્રેક્ટર નીચે કચડાઇ જતા ખેડૂતનુ કરૂણ મોત નીપજ્યુ હતુ.

ટ્રેક્ટરના તોતિંગ પૈંડા નીચે કચડાતા ખેડૂતને કાળ ભેટી ગયો

ગણદેવીના કલવાચ ગામે રહેતા વસંતજી પટેલ પોતાના ખેતરે ખેતી કરવા બુધવારે વસંતજી પોતાના ખેતરે ગયા હતા. જ્યાં તેઓ મજૂરો પાસેથી ખેતરમાં કામ કરાવવા સાથે પોતે પણ ખેતીમાં જોતરાયા હતા. તે દરમિયાન બપોરના સમયે મજૂરો જમવા માટે ગયા હતા, પણ વસંતજી ખેતરમાં જ કામ કરી રહ્યા હતા. ત્યારે ખેતરના શેઢાથી થોડી ઉંચાઇએ મુકેલું ટ્રેક્ટર સરકી ગયુ અને સરકીને ખેતરમાં કામ કરતા વસંતજી ઉપરથી ફરી વળ્યુ હતુ. ટ્રેક્ટરના તોતીંગ પૈડા નીચે કચડાઇ જવાને કારણે ખેડૂત વસંતજીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ. મજુરો ખેતરે પરત આવ્યા ત્યારે તેમને ઘટનાની જાણ થઇ અને તેમણે તરત જ વસંતજીનાં પરિજનોને જાણ કરી હતી. આ સાથે જ ઘટના સ્થળે પહોંચેલી ચીખલી પોલીસે પણ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.