- નવસારીમાં કોરોનાના કેસમાં સતત વધારો
- જિલ્લામાં કોરોનાના 543 એક્ટિવ દર્દીઓ
- મંગળવારે 47 દર્દીઓએ કોરોનાને હરાવતા રજા અપાઈ
નવસારી: જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના નવા 91 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોનાના 543 એક્ટિવ કેેસ છે. જિલ્લામાં હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓ સાથે ઘરે રહીને સારવાર લેતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જેથી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત થયા હોય, એવા લોકોની સંખ્યા 2500 નજીક પહોંચી છે.
આ પણ વાંચોઃ નવસારી જિલ્લામાં એક અઠવાડિયામાં કોરોનાથી 28ના મોત
જિલ્લામાં કુલ 1846 દર્દીઓ સાજા થયા
નવસારી જિલ્લામાં વકરતો કોરોના નવસારીવાસીઓની ચિંતા વધારી રહ્યો છે. જિલ્લામાં આજે મંગળવારે કોરોનાથી સંક્રમિત થયા હોય, એવા નવા 91 દર્દીઓ સામે આવ્યાં છે. જેની સાથે એક્ટિવ દર્દીઓની સંખ્યા 543 પર પહોંચી છે. જ્યારે જિલ્લામાં આજે વધુ 47 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. જિલ્લામાં કુલ 1846 દર્દીઓ સાજા થયા છે. નવસારીમાં આજે કોરોના કારણે એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.
આ પણ વાંચોઃ નવસારીમાં સ્વૈચ્છિક લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ
એનજીઓ દ્વારા ઓક્સિજનના બાટલાઓની કરવામાં આવી રહી છે વ્યવસ્થા
જિલ્લામાં છેલ્લા બે મહિનાઓથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં સરકારી ચોપડે જે આંકડાઓ છે, તેનાથી વિપરીત ઘરે રહીને કોરોનાની સારવાર કરનારા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનારા કોરોના દર્દીઓની સંખ્યા વધુ છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા આંકડાઓ પર નજર કરીએ, તો છેલ્લા થોડા દિવસોમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. જેમાં આજે મંગળવારે કોરોનાના રેકોર્ડ બ્રેક 91 કેસ નોંધાયા છે. જે સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિરલોમાં સારવાર લઈ રહ્યા છે, પરંતુ હોમ કોરોન્ટાઇન થનારા દર્દીઓની સંખ્યા બહાર આવી શકતી નથી. જોકે, એનજીઓ પાસેથી ઓક્સિજન લઈ ઘરે સારવાર કરનારા દર્દીઓ પણ વધ્યા છે, શહેરના શાંતાદેવી રોડના એનજીઓ દ્વારા 40 ઓક્સિજનના બાટલાઓની વ્યવસ્થા કરી છે, સાથે જ ઓક્સિજન કોન્સન્ટેટર મશીનો અને બીજી સુવિધાઓ પણ ઉભી કરાઈ રહી છે.