ETV Bharat / state

કોરોનાની જંગ : આરોગ્ય વિભાગના 61 કર્મચારીઓ 3 મહિનાથી પગારથી વંચિત

કોરોનાની જંગમાં અગ્રિમ હરોળમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ લડી રહ્યા છે. નવસારીમાં કાર્યકરતા આરોગ્ય વિભાગના ડ્રાઈવર અને પટાવાળા મળીને 61 કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર મળ્યો ન હતો.

કોરોનાની જંગ : આરોગ્ય વિભાગના 61 કર્મચારીઓ 3 મહિનાથી પગારથી વંચિત
કોરોનાની જંગ : આરોગ્ય વિભાગના 61 કર્મચારીઓ 3 મહિનાથી પગારથી વંચિત
author img

By

Published : Apr 13, 2020, 11:21 PM IST

નવસારીઃ કોરોનાની જંગમાં અગ્રિમ હરોળમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ લડી રહ્યા છે. પરંતુ નવસારીમાં કાર્યકરતા આરોગ્ય વિભાગના ડ્રાઈવર અને પટાવાળા મળીને 61 કર્મચારીઓ ત્રણ મહિનાથી પગારથી વંચિત હોવાનું સામે આવ્યું છે. જેમનો પગાર સરકારી ગ્રાન્ટના અભાવે ન થયો હોવાનું ગાણું જિલ્લા આરોગ્ય અધિકારીએ ગાઇને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.

કોરોનાની જંગ : આરોગ્ય વિભાગના 61 કર્મચારીઓ 3 મહિનાથી પગારથી વંચિત
કોરોનાની જંગ : આરોગ્ય વિભાગના 61 કર્મચારીઓ 3 મહિનાથી પગારથી વંચિત

કોરોનાની જંગ સામે આરોગ્ય કર્મીઓ પોતાના જીવનની ચિંતા કર્યા વગર કાર્યકરી રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ડોકટરો, આશા વર્કરો, પટાવાળા, ડ્રાઈવરો પણ કોરોનાની સામે સતત લડી રહ્યા છે. જ્યાં અધિકારીઓ ફક્ત આદેશો આપીને છૂટી જતા હોય છે, ત્યાં કર્મચારીઓ ફિલ્ડમાં ફરીને નવસારીવાસીઓ કોરોના સંક્રમણથી દૂર રહે એવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે જિલ્લાના ચીખલી, ખેરગામ અને વાંસદામાં પણ આરોગ્ય વિભાગના 44 પટાવાળા અને 17 ડ્રાઈવરો દિવસ-રાત જોયા વિના ખડેપગે રહીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

આરોગ્યના આ 61 કર્મચારીઓનો પગાર છેલ્લા ત્રણ મહિનાથી ન થતા, તેમના પરિવારોની હાલત કફોડી બની છે. પગાર ન થવાના કારણે આ પરિવારો પાસે રૂપિયા ન હોવાને કારણે જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ ખરીદવી મુશ્કેલ બની ગઈ છે.

ગુજરાતની સંવેદનશીલ સરકાર કોરોના વાઈરસમાં અપાતી આરોગ્ય અને પોલીસ વિભાગની સેવાને વારંવાર બિરદાવી રહી છે અને તેમને માટે સહાયની જાહેરાતો પણ કરી છે. નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગના 61 કર્મચારીઓ ગ્રાન્ટના અભાવે પગારથી વંચિત રહ્યા હોવાનું વિભાગના વડાએ કેફિયત રજૂ કરી હતી. જોકે સરકાર વહેલી તકે આરોગ્ય વિભાગના કર્મીઓનો પગાર કરે એવી માંગ ઉઠી છે.

નવસારી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. દિલીપ ભાવસારે જણાવ્યુ હતુ કે, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં ફરજ બજાવતા આરોગ્યના સેવક અને ડ્રાઈવરોનો પગાર ત્રણ મહિનાથી ગ્રાન્ટના અભાવે અટક્યો છે. સરકારમાં ગ્રાન્ટ માટેની કામગીરી ચાલુ છે, ગ્રાન્ટ મળતાની સાથે જ વહેલી તકે કર્મચારીઓનો પગાર થઈ જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.