નવસારી: ભણતર હવે ઊંચા સ્ટેટસમાં પરિવર્તિત થઈ રહ્યું છે ત્યારે વાલીઓ પોતાના બાળકોને ઊંચી અને હાઈફાઈ શાળાઓમાં ભણવા મોકલવાનું યોગ્ય માનતા હોય છે અને પોતાની વર્ગમાં વધારો કરવા માટે આવી મોંઘીદાટ શાળાઓમાં પોતાના બાળકોને ભણાવતા હોય છે ત્યારે બાળકોને પણ આ શાળાઓમાં મોટાભાગે અંગ્રેજીમાં પ્રેયર ગવડાવવામાં આવે છે. નવસારીની એક શાળાના પાંચ વર્ષીય બાળકે હનુમાન ચાલીસા બોલતો વીડિયો વાયરલ થતાં અન્ય બાળકોને પણ પોતાની સંસ્કૃતિના મૂળ સાથે જોડી રાખવાનો અનોખો સંદેશો વહેતો થયો છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ: નવસારીના બીલીમોરા પાસે આવેલી ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરતા પાંચ વર્ષીય આરવ દેસાઈએ હનુમાન ચાલીસા બોલતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેણે સોશિયલ મીડિયામાં ખૂબ આકર્ષણ ઊભું કર્યું છે. આ બાળકે હનુમાન ચાલીસાના પાઠ માત્ર એક મહિનામાં શીખ્યા હતા અને શાળાએ તેને પ્લેટફોર્મ આપતા તે સોશિયલ મીડિયામાં ઘણું વાયરલ થઈ રહ્યું છે. આરામના પિતા હર્ષ ભાઈએ જણાવ્યું હતું કે આરવને રોજ રાત્રે ઊંઘતા પહેલા તેને અમે દરરોજ હનુમાન ચાલીસા સંભળાવતા હતા. જેથી બાળકને આ હનુમાન ચાલીસા કંટસ્થ થઈ ગઈ હતી. જેને તેની શાળાએ યોગ્ય પ્લેટફોર્મ આપતા સોશિયલ મીડિયા પર વીડિયો ખાસો વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો Rotary Club of Navsari: વિસરાતી જતી રમતો સાથે મોબાઇલ યુગના બાળકોને જોડવાની અનોખી ઝાંખી
બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેજ વીડિયો ઉપલબ્ધ: શાળાઓમાં બાળકોને અલગ અલગ કવિતાઓ અને પ્રાર્થનાઓ મોટેભાગે અંગ્રેજીમાં જ કરાવવામાં આવે છે પરંતુ તેની સામે આરવ દેસાઈએ હનુમાન ચાલીસા કંઠસ્થ થતા સારા પરિવાર પણ તેનો વિડીયો બનાવી તેને બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેજ પર મુકતા આ વિડીયો મોટી સંખ્યામાં જોવાઈ રહ્યો છે. દરેક મા-બાપ માટે પોતાના બાળકોને સંસ્કૃતના બીજ સિંચન કરવા માટેની દિશાની નિર્દેશ કરે છે.
અન્ય બાળકો માટે પ્રેરણા: બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન બીજી ભાટિયાના જણાવ્યા મુજબ અમે શાળામાં દરેક બાળકની ક્ષમતા મુજબ તેને ભણતર આપીએ છીએ અને અભ્યાસ સાથે સાથે ઉત્તર પ્રવૃત્તિમાં પણ તેને તરબોળ કરીએ છીએ. આરવના એડમિશન વખતે તે અતિસારમાં અને શિક્ષણમાં રુચિનો ધરાવતો બાળક હતો પરંતુ તેને અમે સમજાવીને ધીરે ધીરે શિક્ષણ પ્રત્યે રુચિ ધરાવતો કર્યો. આજે તે હનુમાન ચાલીસા કંઠસ્થ કરી સૌને આકર્ષિત કર્યા છે અને તેનો વીડિયો અન્ય બાળકો માટે પ્રેરણા રૂપ બન્યો છે.