ETV Bharat / state

વણારસીથી વરલી મટકાનો જુગાર રમતા 5 જુગારીયાઓ પકડાયા - news in navsari

વાંસદાના વણારસી ગામે વરલી મટકાનો જુગાર રમતા ૫ જુગારીયાઓને વાંસદા પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યા હતા. વાંસદા પોલીસે સતત બીજા દિવસે જુગારનો બીજો કેસ નોંધતા જુગારીયાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

વણારસીથી વરલી મટકાનો જુગાર રમતા 5 જુગારીયાઓ પકડાયા

author img

By

Published : Dec 17, 2020, 10:42 PM IST

  • વાંસદા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન છાપો મારીને જુગારીયાઓની કરી ધરપકડ
  • પોલીસે ઘટના સ્થળેથી 21 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • સતત બીજા દિવસે વાંસદા પોલીસે જુગારનો બીજો કેસ નોંધ્યો

નવસારી : વાંસદાના વણારસી ગામે વરલી મટકાનો જુગાર રમતા ૫ જુગારીયાઓને વાંસદા પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યા હતા. વાંસદા પોલીસે સતત બીજા દિવસે જુગારનો બીજો કેસ નોંધતા જુગારીયાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

5 જુગારીયાઓ પાસેથી 21 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે

વાંસદા પોલીસ ગુરૂવારે વાંસદા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન તાલુકાના વણારસી ગામે વચલા ફળિયામાં રહેતો પરસોત બહાદુર પટેલ, પોતાના ઘર નજીક આંબાના ઝાડ નજીક ઉભો રહી, આવતા-જતા લોકોને વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેને આધારે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે છાપો માર્યો હતો. જ્યાં આંબાના ઝાડ નીચે કેટલાંક લોકો ટોળુ વળીને જુગાર રમતા પકડાયા હતા. જેથી પોલીસે ટોળાને ઘેરીને જુગાર રમાડતા પરસોતભાઇ પટેલ સહિત વણારસી ગામે વચલા ફળીયામાં રહેતા જ્યોતિષ બચુ પટેલ, કાદવવાળીયા ફળિયામાં રહેતા અલ્કેશ વલ્લભ વળવી , હસમુખ પ્રવીણ પટેલ અને ડુંગરી ફળિયામાં રહેતા મનીષ રોશન ગાવડાને રંગે હાથે પકડી, પાંચેયની ધરપકડ કરી હતી. આ સાથે જ ઘટના સ્થળેથી પોલીસે જુગારના સાધનો, મોબાઇલ ફોન અને 15 હજાર રૂપિયા રોકડા મળીને કુલ ૨૧ હજારનો મુદ્દામાલ કબ્જે કરી, વાંસદા પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બે દિવસમાં કુલ 12 જુગારીયાઓની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, વાંસદા પોલીસે સતત બીજા દિવસે તાલુકામાં જુગાર રમતા જુગારીયાઓનો બીજો કેસ નોંધ્યો છે. પોલીસે ગત રોજ બુધવારે વાંસદાના સદળ ફળિયામાં રહેતા મહેશ પટેલ સહિત 7 જુગારીયાઓને ચકલી પપલીનો જુગાર રમતા પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.