- ચાર દિવસમાં જ 180 લોકો કોરોનાથી સંક્રમિત
- જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 2051 થઈ
- જિલ્લામાં મંગળવારે કોરોનાથી એક પણ દર્દીનું મોત નહિં
નવસારીઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી નવસારીમાં 40થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં આજે મંગળવારે નવા 44 કેસ નોંધાયા છે. જેની સાથે છેલ્લા 4 દિવસોમાં 180 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. પોઝિટિવ કેસની સામે આજે મંગળવારે 18 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.
આ પણ વાંચોઃ વલસાડમાં કોરોનાના 31, દાદરા નગર હવેલી અને દમણમાં 98 કેસ નોંધાયાં
જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 1686 દર્દીઓ સાજા થયા
જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 1686 દર્દીઓ સાજા થયા છે. જ્યારે આજે પણ કોરોનાથી એક પણ દર્દીનું મુત્યું થયું નથી. જેથી અત્યાર સુધીમાં કોરોનાને કારણે ફક્ત 102 દર્દીઓએ જીવ ગુમાવ્યાં હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.
આ પણ વાંચોઃ જામનગરમાં 302 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
કોરોનાની સારવાર અર્થે બેડ વધારવાના પ્રયાસો
નવસારીમાં વધતા કોરોનાના કેસ જોતા જિલ્લા વહીવટી તંત્ર સફાળુ જાગ્યુ છે અને નવસારીની ખાનગી હોસ્પિટલોને અન્ડરટેકિંગ કરી કોરોના સારવાર માટે બેડની વ્યવસ્થા વધારવાના પ્રયાસો શરૂ કર્યા છે. જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ ચીખલીની રેફરલ હોસ્પિટલ અને વાંસદાની કોટેજ હોસ્પિટલમાં ઓક્સિજન વ્યવસ્થા સાથે બેડ વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં કોરોનાના કારણે ઓક્સિજન અને રેમડેસિવીર ઇન્જેક્શનોની ઘટ વર્તાઇ રહી છે, પરંતુ તંત્ર સબ સલામતના બણગા ફૂંકી રહ્યુ છે.