- સુરતમાં મજૂરી છૂટી જતા ચોરીના રવાડે ચડ્યા
- પ્રથમ ચોરી કર્યા બાદ પોલીસના હાથે ઝડપાઇ ગયા
- LCB પોલીસે મિરાજ ગુટખાનો ચોરાયેલો માલ કબ્જે કર્યો
નવસારી: સુરતમાં મજૂરી કરતા 4 મજૂરોને પૈસાની તંગી ઊભી થતા મહેનત કરવાની જગ્યાએ તેમના શૈતાન દિમાગમાં ચોરી કરવાનો વિચાર આવ્યો હતો. જેથી 7મી નવેમ્બરની રાતે ચોરીની ઘટનાને અંજામ આપવા નીકળ્યા હતા અને નવસારીના કબીલપોર ગામે હાઇ-વે નંબર 48ને અડીને આવેલી કેજલ હોસ્પિટલ પાસેના ગોડાઉનમાંથી 78 પૂંઠામાં પેકિંગ કરેલા 3,347 મિરાજ તમાકુના બોક્ષ છોટા હાથી ટેમ્પોમાં ચોરીને ભાગી છૂટ્યા હતા.
કબીલપોરના ગોડાઉનમાંથી ચોરાયેલા લાખોના ગુટખા સાથે 4 આરોપીઓની ધરપકડ
સમગ્ર મુદ્દે ગ્રામ્ય પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાયા બાદ નવસારી LCBને તપાસ સોંપાતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓનું પગેરૂ શોધી નવસારીના ગુરુકુલ સુપા ગામ નજીક પૂર્ણાં નદીના પુલના છેડેથી ઝડપી લીધી હતા. મૂળ રાજસ્થાન અને હાલ સુરતમાં રહેતા આરોપીઓ પાસેથી 6 લાખના તમાકુનો જથ્થો, છોટા હાથી ટેમ્પો મળીને કુલ 7.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.