- નવસારીમાં 1,036 એક્ટિવ કોરોના દર્દીઓ સારવાર હેઠળ
- નવસારીમાં 108 લોકોએ કોરોનાને હરાવ્યો
- આરોગ્ય વિભાગના ચોપડે વધુ એક મોત નોંધાયું
નવસારી: નવસારીમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે વધુ 142 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં 1,036 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જેની સામે 108 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ એક મૃત્યું નોંધાયું છે.
આ પણ વાંચો: નવસારી જિલ્લામાં એક અઠવાડિયામાં કોરોનાથી 28ના મોત
નવસારીમાં કુલ 2,667 લોકોએ કોરોનાની સામે જીત મેળવી
નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ વિકટ બની રહી છે. દિવસે-દિવસે કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં આજે વધુ 142 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 1,036 થઈ છે. જિલ્લામાં 108 લોકોએ કોરોનાને હરાવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે ચીખલીના 37 વર્ષીય યુવાનનું કોરોનાને કારણે મોત નોંધાયું હતું.
આ પણ વાંચો: નવસારીમાં કોરોનાના નવા 125 કેસ નોંધાયા
જિલ્લામાં કોરોનાના કુલ 3,817 પોઝિટિવ કેસો થયા
નવસારી જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે કોરોના મહામારીના પ્રારંભથી અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 3,817 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સામે જિલ્લામાં 2,667 કોરોના દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે જિલ્લામાં કોરોનાને કારણે કુલ 114 લોકો મોતને ભેટ્યા છે.