ETV Bharat / state

પ્રવાસીઓ માટે ખુશખબર, ઓક્ટોબરમાં કેવડિયાના પ્રવાસે જઈ શકાશે - ટેન્ટ સિટી

ગુજરાત સહિત દેશમાં પ્રવાસન સ્થળો હજી ખૂલ્યા નથી, ત્યારે દેશના પ્રવાસન સ્થળો અને ત્યાં ચાલતા હોટેલ ઉદ્યોગ અને સ્થાનિકો રોજગારી હજુ પણ મુશ્કેલીમાં છે. નર્મદા કેવડિયા ખાતે ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોન માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ઓક્ટોબરમાં કેવડિયાના અનેક પ્રોજેક્ટને ખુલ્લા મુકાશે.

પ્રવાસીઓ ઓક્ટોબરમાં ફરવા જઈ શકશે નર્મદા કેવડિયા

author img

By

Published : Sep 26, 2020, 2:28 PM IST

નર્મદાઃ શહેરમાં રહીને કંટાળેલા લોકો હવે પ્રાકૃતિક વાતાવરણથી ભરપૂર જગ્યાએ જવાનું પસંદ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં હાલ કુદરતી વાતાવરણથી ભરપૂર નર્મદા જિલ્લો સૌથી વધુ પ્રવાસીઓની પસંદગી બને છે. ઓક્ટોબરમાં કેવડિયાના ઘણા બધા પ્રોજેક્ટને ખૂલ્લા મુકવામાં આવશે.

કોરોનાના કારણે કેવા પ્રકારની સાવચેતી રાખવી તે અંગેની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. અહીં આવનારા તમામ પ્રવાસીઓની સાવચેતી સહિત કેવી રીતે કામ કરવું તે અંગેની ચર્ચા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રવાસીઓ ઓક્ટોબરમાં ફરવા જઈ શકશે નર્મદા કેવડિયા
પ્રવાસીઓ ઓક્ટોબરમાં ફરવા જઈ શકશે નર્મદા કેવડિયા

કેવડિયા નર્મદા ટેન્ટ સિટી-2 ખાતે યોજાયેલા આ સેમિનાર રાજ્યના ટૂર એન્ડ ટ્રાવેલ્સના માલિકો ઉપસ્થિત રહ્યાં હતા. અનલોક- 4 બાદ નર્મદા વિસ્તારના કુદરતી વાતાવરણને લઈને પ્રવાસીઓ આવી રહ્યા છે. નર્મદામાં આગામી દિવસોમાં બસ ટૂર શરૂ થશે. ટૂર એન્ડ ટ્રાવેલ્સના આયોજકો માટે યોજાયેલા આ સેમિનારમાં પ્રવાસીઓની સેફ્ટી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત કોરોના અંગે સાવચેતી માટે કયા કયા પગલા લેવા અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત જરૂરી પેકેજોની પણ વાત કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.