જોકે આ ખાનગી એજન્સી પાસેના હેલીકૉપ્ટર ચૂંટણીમાં પ્રચાર માટે અપાતા હોય છે, ત્યારે આ હેલિકોપ્ટર પણ લઇ જવામાં આવ્યું હોઈ શકે. જોકે કોઈ સત્તાવાર કહેતું નથી, પરંતુ જે હેલિકૉપ્ટર હતું તેની જગ્યાએ બીજું પીળું હેલિકોપ્ટર લાવવામાં આવ્યું. હાલ હેલિકૉપ્ટર સેવા ફરી ધધમતી થઇ ગઈ છે. પરંતુ હેલિકૉપ્ટર રાઈડ માટે પણ પ્રવાસીઓની ઓછી સંખ્યાની અસર થઇ રહી છે. કેમ કે પ્રવાસીઓ ઓછા આવતા હેલિકૉપ્ટરમાં બેસવા વાળા પ્રવાસીઓની સંખ્યામાં 30 થી 40 ટકા ઘટાડો જોવા મળ્યો હતો.
આ બાબતે હેલીકૉપ્ટર સેવાનું સંચાલન કરતા હેરિટેજ એનિવેશનના મેનેજર સુભાષ અંથવાલે જણાવ્યું હતું કે, જે છેલ્લા 4 મહિનાથી હેલિકૉપ્ટર ચાલુ હતું એ સર્વિસમાં ગયું છે જેની જગ્યાએ અમારા અન્ય હેલિકોપ્ટરમાંથી બીજું હેલીકૉપ્ટર લાવવામાં આવ્યું છે. હાલ સેવા ચાલુ જ છે. રાઈડ માણવા માટે સામાન્ય રીતે 300થી 400 પ્રવાસીઓ આવતા હતા, પરંતુ હાલમાં 150 જેટલા જ પ્રવાસીઓ હવે આવવા લાગ્યા છે. જેની પાછળ ગરમી ઘણી છે, માટે પ્રવાસીઓ ઓછી સંખ્યામાં આવે છે. બાકી નક્કી કરેલા નિયમ મુજબ હેલીકૉપ્ટર સેવા કેવડિયા ખાતે ચાલુ રહેશે.