નર્મદા જિલ્લામાં રોજગારી માટે કોઈ ઔદ્યોગિક વસાહતો નથી કે કોઈ ધંધો રોજગાર નથી. જેથી અહીંયા યુવાનો સિઝનેબલ ધંધાથી ગાડું ગબડાવે છે. ત્યારે હાલ ઉત્તરાયણ પર્વે પતંગ માટે દોરી માંજવી પડે છે. આ માંજામાં આખો દિવસ રહી પોતાની જાતને મહા રોગના દ્વારે મૂકે છે. જાણવા છતાં યુવાનો આ સિઝનમાં કમાવવાની તક ગુમાવવા માંગતા નથી. આ કલરમાં આખો દિવસ હાથ બોળેલા રહે છે.
આખો દિવસ એવા હાથે જ ખાવાનું ખાય છે. જેનાથી નુકસાન ઘણું થાય છે પણ મજબૂરીમાં યુવાનો રોજગારીને લઈને આ જોખમ પણ માથે લે છે. માજામાં વપરાતો કલર દોરીને કલર ફુલ તો બનાવે છે પરંતુ જે દોરીને માંજો પીવડાવનારની જિંદગી જોખમી બની શકે છે. કેમિકલ વાળા કલરથી શરીરમાં હાડકાના રોગ આંતરડાના રોગ અને કેન્સર જેવા રોગ પણ થઇ શકે છે. પરંતુ આ વાત જાતે માજા બનાવવનાર પણ જાને છે છતા રોજગારી માટે જીવનું જોખમ પણ કરવા મજબૂર બન્યા છે.
જો કે અમે આ વાતને માનવા તૈયાર ન હતા એટલે એની સાચી હકીકત જાણવા ઈટીવી ભારત પહોંચ્યું હતું. સ્પેશિયલ MD ડૉક્ટર પાસે અને ડૉક્ટરની વાત સાંભળતા અમે પણ ચોકી ઉઠ્યા ડૉકટરનું કહેવું છે કે, દોરીને કડક અને મજબૂત બનાવવા માટે સાબુદાણા, કાચ, ફેવિકોલ, સરસ અને કેમિકલ વાળો પાકો કલર જે વાપરવામાં આવે છે. જે હાથ પરથી 7થી 8 દિવસ સુધી સાબુથી ધોવા છત્તા જતો નથી અને એજ હાથથી જમવાનું પણ પેટમાં જાય છે. જેને કારણે શરીરમાં કેન્સર જેવા અનેક રોગો થઇ શકે છે. ડૉકટરનું માનીયે તો જે દોરીમાં કલર જ ન નાખવામાં આવે તો કલરથી શરીરમાં થતા અનેક રોગોથી બચી શકાય.
શરીરમાં કેન્સર જેવી બીમારી ન થવા દેવી હોઈ તો દોરીમાં કેમિકલ વાળો કલર ન વાપરો. જો કે, તંત્ર દ્વારા જે ચાઇનીસ દોરી તુક્કલ વેંચતા વેપારીઓને ન વેચવા સાવચેત કરવામાં આવે છે. પરંતુ સાથે સાથે જો દોરીમાં કલર ન વાપરવામાં આવે એવું પણ સૂચન કરે તો કેટલાય લોકો ના શરીરમાં થતા રોગો અટકી શકે છે.