182 મીટર ઉંચી આ પ્રતિમામાં વરસાદ દરમિયાન પાણી લીકેજ થવાના સમાચાર સામે આવ્યા હતા. જો કે, આ અંગે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા વ્યૂઈંગ ગેલેરીનું નિર્માણ એ પ્રકારનું જ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, પ્રતિમાની અંદર કે, વ્યુઈંગ ગેલેરીમાં કોઈપણ પ્રકારનું લીકેજ નથી.
આ પ્રતિમાને એક વર્ષ પૂર્ણ થવાને આરે છે ત્યારે, L&T કંપની દ્વારા સુરક્ષાના તમામ મેઝરમેન્ટ લેવામાં આવી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, ગેલેરીનું નિર્માણ જ એ પ્રકારે કરવામાં આવ્યું છે કે, જેથી મુલાકાતીઓ આસપાસના સુંદર અને રમણીય નજારાને વગર કોઈ અડચણે માણી શકે. કુદરતી રીતે જ આટલી ઉંચાઈએ જો જોરથી પવન ફૂંકાય તો વ્યૂઈંગ ગેલેરીમાં પાણી ભરાય જ, પરંતુ આ પાણીના નિકાલ માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું કે, આ ચોમાસાની ઋતુમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારેથી અતિ ભારે વરસાદનું સ્વાગત કરવા અડિખમ એવરેસ્ટની જેમ ઉભી રહેશે.