- સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓનો ધસારો
- કોરોના ઘટતાં પ્રવાસનસ્થળો પર ઉમટી રહ્યાં છે લોકો
- ટિકીટના ભાવ દર કરતાં વધુ પડાવવાની છેતરપિંડી પકડાઈ
નર્મદાઃ કોરોનાના બીજી લહેર બાદ પ્રવાસન વિભાગ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસન સ્થળ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેથી સ્ટેચ્યી ઓફ યુનિટી ખાતે ધીરે ધીરે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે પ્રવાસન ખુલતા જ ટિકિટના કાળા બજાર કરતા એજન્ટો ફરી સક્રિય થઇ ગયા હોય તેમ આજે બનેલી ઘટના પરથી લાગી રહ્યું છે.
માય વેલ્યુ ટ્રીપ ટ્રાવેલ્સ દ્વારા છેતરપિંડી
સુરતના માય વેલ્યુ ટ્રીપ ટ્રાવેલ્સ એજન્ટ દ્વારા 23 પ્રવાસીઓ માટે ઓનલાઇન ટિકીટ બૂકિંગ કરવામાં આવ્યું હતું. આ ટિકીટ 1 પ્રવાસ લેખે 380 લેખે 23 પ્રવાસીઓના 8740 રૂપિયા થાય .જેમાં છેડછાડ કરી 9890 રૂપિયા કરી પ્રવાસીઓને છેતરવામાં આવ્યાં હતાં. જોકે આવો કિસ્સો આજે જ બન્યો હોય તેવું નથી, પહેલાં પણ આવા કિસ્સા બની ચૂંક્યા છે.
23 પ્રવાસી છેતરાયાં
ત્યારે આ કિસ્સામાં ખાસ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે 23 જેટલા પ્રવાસીઓ આવ્યાં હતાં. તે 23 જેટલા પ્રવાસીઓની ટિકીટ સીઆઇએસ એફ જવાનોએ જ્યારે ચેક કરી ત્યારે મૂળ કિંમત કરતા ટ્રાવેલ એજન્ટે તેના પર ટિકિટની પ્રિન્ટમાં છેડછાડ કરી હતી તેવું જાણવા મળ્યું હતું. ત્યારે એજન્ટે ટિકિટના ભાવ કરતાં વધારે ભાવ લઈને કાળાબજારી કરી તે સ્પષ્ટ થયું હતું.
એસઓયુ પ્રશાસને કાર્યવાહી કરી
આ ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી છે. ત્યારે પ્રવાસીઓ પણ ફરિયાદ કરે એના કરતાં સત્તામંડળ દ્વારા કરવામાં આવે એ જરૂરી છે. કારણ કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના માન્ય ભાવ કરતા કોઈ વધારે દર લેતી સુરતની માય વેલ્યુ ટ્રીપ ટ્રાવેલ્સ એજન્ટ સામે એસઓયુ સત્તામંડળે કાર્યવાહી કરી છે. જોકે હાલ તો આ એજન્ટને પોલીસે પકડવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના તળાવમાંથી 194 મગરોને સ્થાળાતંર કરવામાં આવ્યા
આ પણ વાંચોઃ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં પ્રવાસીઓના બુકિંગને લઈ ટિકિટની મર્યાદા 2500થી વધારી 7 હજાર કરાઈ