ETV Bharat / state

Dandi Yatra : 385 કિમી 81 દાંડીયાત્રીઓની ટુકડીએ પદયાત્રા કરીને આપ્યો અનોખો સંદેશ - Statue of Unity Dandiyatra

દાંડીયાત્રીઓએ સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રા યોજી હજી હતી. 385 કિમી 81 દાંડીયાત્રીઓની ટુકડીને લીલી ઝંડીની પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે હવે સરદાર પટેલની વિરાટ પ્રતિમાના પરિસર પદયાત્રા પહોંચતા વાતાવરણ દેશભક્તિથી રંગાઈ ગયું હતું.

Dandi Yatra : 385 કિમી 81 દાંડીયાત્રીઓની ટુકડીએ પદયાત્રા કરીને આપ્યો અનોખો સંદેશ

author img

By

Published : Apr 3, 2023, 4:28 PM IST

સાબરમતી આશ્રમથી દાંડી સુધી 385 કિમી 81 દાંડીયાત્રા

નર્મદા : દેશ માટે નામી-અનામી મહાન ચહેરાઓ દ્વારા આપવામાં આવેલા બલિદાનો-ત્યાગથી આજની યુવાપેઢીને અવગત કરાવવા માટે વડાપ્રધાન એ આઝાદી કા અમૃત મહોત્સવ ચાલુ કર્યો છે. ત્યારે તારીખ 12મી માર્ચ 2021ના રોજ પુન: સાબરમતી આશ્રમથી દાંડી સુધી 385 કિમી 81 દાંડીયાત્રીઓની ટુકડીને લીલી ઝંડીની પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે દાંડીયાત્રીઓએ વીર ભગતસિંહ પ્રાથમિક શાળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પદયાત્રા યોજીને લોકોને અનોખો સંદેશો આપ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સરદાર પટેલના દર્શન કરીને દાંડીયાત્રીઓએ ભવ્યતાનો અનુભવ કર્યો હતો.

પરિસર રંગાયું : જ્યાં દાંડીયાત્રીઓના નારાઓથી પરિસર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. સૌએ સરદાર પટેલના પ્રાસંગિક તથા ઐતિહાસિક જીવન કવનની ઝાંખી કરાવતી તસ્વીરો પ્રદર્શન નિહાળીને માહિતીથી વાકેફ થયા હતા. બ્રિટિશ સામ્રાજ્યની કાર્યપ્રણાલીને અહિંસક રીતે પડકારી ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવા તારીખ 12 માર્ચ 1930ના દિવસે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી હતી.

આ પણ વાંચો : AAP Padyatra: રાજ્યભરમાં કાલે AAP યોજશે મશાલયાત્રા, શહીદ એ આઝમ ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપશે

એકતાનો અનોખો સંદેશો આપ્યો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દાંડીયાત્રામાં જોડાયેલા તમામ પદયાત્રીઓ એકબીજા સાથે મુલાકાત લઈ શકે તે માટે એકતાનગર ખાતે દાંડીયાત્રી સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાંડીયાત્રીઓએ વીર ભગતસિંહ પ્રાથમિક શાળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પદયાત્રા કરીને લોકોને એકતાનો અનોખો સંદેશો આપ્યો હતો.

આ પણ વાંચો : Devotee Padyatra: અવરોધોનો સામનો કરી વૃદ્ધ ઊલટા પગે કરી રહ્યા છે યાત્રા, પહેલા દ્વારકા ને પછી જશે સોમનાથ

પદયાત્રા કર્યા સંપન્ન થઈ : પદયાત્રીઓએ શાળાના પટાંગણમાં શહીદ ભગતસિંહ ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ચોક ખાતે બંધારણના ઘડવૈયા તેમજ મા નર્મદાની મૂર્તિને વંદન કરીને વાગડીયા ગામ, નવાગામ અને લીમડી ગામ થઈને સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ પરિસરમાં પોતાની પદયાત્રા સંપન્ન કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.