ETV Bharat / state

Free Safety Guards: રાજપીપળાના સેવાભાવી યુવકે 1000 સેફ્ટી ગાર્ડ ફ્રીમાં લગાડી આપ્યા - નીરજ પટેલ

ઉત્તરાયણ પર્વે ઘાતક દોરીથી ટુ વ્હીલર્સ ચાલકો જીવલેણ અકસ્માતનો ભોગ બનતા હોય છે. જેમાં અનેક કિસ્સાઓમાં ચાલક જીવ પણ ગુમાવતા હોય છે. આ સમસ્યાના નિવારણ માટે ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ નાંખવામાં આવે છે. રાજપીપળાના સેવાભાવી યુવકે 1000 સેફ્ટી ગાર્ડ ફ્રીમાં લગાડી આપ્યા. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Narmada Rajpipala 1000 Safety Guard Two Wheelers Free of Cost

રાજપીપળાના સેવાભાવી યુવકે 1000 સેફ્ટી ગાર્ડ ફ્રીમાં લગાડી આપ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 11, 2024, 2:15 PM IST

સેવાભાવી યુવકે 1000 સેફ્ટી ગાર્ડ ફ્રીમાં લગાડી આપ્યા

નર્મદાઃ રાજપીપળા શહેરમાં નીરજ પટેલ નામક સેવાભાવી યુવકે અનોખો સેવાભેખ ધારણ કર્યો છે. ઉત્તરાયણ પર્વે ઘાતક દોરીથી ટુ વ્હીલર ચાલક અકસ્માતનો ભોગ બનતા હોય છે. જેમાં અનેક કિસ્સામાં ચાલક જીવ પણ ગુમાવે છે. આ અકસ્માતમાં જીવ બચી શકે તે માટે રાજપીપળા શહેરના નીરજ પટેલે 1000 ટુ વ્હીલર્સમાં સેફ્ટી ગાર્ડ (થ્રેડ ગાર્ડ) લગાડી આપ્યા છે.

ઉમદા કાર્યઃ રાજપીપળાના નીરજ પટેલ એક પણ પૈસાનો ચાર્જ કર્યા વિના 1000 ટુ વ્હીલર્સમાં સેફ્ટી ગાર્ડ લગાડી આપ્યા છે. આ સેફ્ટી ગાર્ડ(થ્રેડ ગાર્ડ)ને લીધે ટુ વ્હીલર ચાલક ઘાતક દોરીથી થતા અકસ્માતો નિવારી શકાય છે. બજારમાં સેફ્ટી ગાર્ડની કિંમત 100થી 150 રુપિયા વસૂલવામાં આવે છે. અનેક ટુ વ્હીલર ચાલકો આ સેફ્ટી ગાર્ડ નખાવતા નથી. તેથી નીરજ પટેલે લોકોમાં જાગૃતિ ફેલાય અને તેઓ તેમના ટુ વ્હીલરમાં સેફટી ગાર્ડ નંખાવે તેવા ઉમદા હેતુથી આ સેવાકાર્ય હાથ ધર્યુ છે. નીરજ પટેલે માત્ર 2 દિવસમાં જ 700 સેફ્ટી ગાર્ડ ટુ વ્હીલર્સ પર લગાડી દીધા છે. તેમણે આ જ સવારથી શરુ કરીને અત્યાર સુધી બીજા 300થી વધુ સેફ્ટી ગાર્ડ લગાડી દીધા છે. આમ, આ વર્ષે તેઓ કુલ 1000 સેફ્ટી ગાર્ડ લગાડી ચૂક્યા છે. ઈટીવી ભારત પણ સૌ નાગરિકોને ઘાતક ચાયનીઝ દોરી ન વાપરવાની અપીલ કરે છે.

નીરજ પટેલ ફ્રીમાં સેફ્ટી ગાર્ડ નાખીને ખરેખર એક ઉમદા સેવાકાર્ય કરી રહ્યા છે. ઉત્તરાયણમાં વપરાતી ચાયનીઝ દોરીથી અનેક જીવલેણ અકસ્માતો થતા હોય છે. આવી જીવલેણ દોરી વાપરતા અને વેચતા લોકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ...સુરેશ પટોવાણિયા(સેફ્ટી ગાર્ડ નખાવનાર, રાજપીપળા)

ગત વર્ષે મારા એક મિત્રનું મૃત્યુ ગળામાં દોરી વાગરવાને લીધે થયું હતું. હું મિત્રને તો પાછો નહિ લાવી શકું, પણ આ રીતે ફ્રીમાં સેફ્ટી ગાર્ડ લગાડીને અન્ય મિત્રો તેમજ સ્નેહીજનોનો જીવ બચાવ્યાનો સંતોષ લઈ શકું છું. અમારો 1000 સેફ્ટી ગાર્ડ ફ્રીમાં નાંખવાનો ટાર્ગેટ છે...નીરજ પટેલ(સેફ્ટી ગાર્ડ ફ્રીમાં નાખનાર, રાજપીપળા)

  1. ચાયનીઝ દોરી, ટુક્કલ વેચી કે ખરીદી તો ખેર નથી!!! વેપારી અને ગ્રાહક બંને ગુનેગાર ગણાશે
  2. Uttarayan 2024: તમે ટુ વ્હીલર પર થ્રેડ ગાર્ડ નખાવ્યું ? શું કહે છે નિયમો ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.